વિશ્વનાં ચાંદી બજારમાં તેજીની રેલીની શક્યતા ! - Sandesh

વિશ્વનાં ચાંદી બજારમાં તેજીની રેલીની શક્યતા !

 | 12:11 am IST

બુલિયન વોચ :-  નલિની પારેખ

ચાંદીમાં દ્યોગિક ક્ષેત્રની માંગ વધી રહી હોવાને કારણે ચાંદીમાં તેજીની રેલી આવવાની શક્યતા વધી છે. તેમાં ઉમેરો કરતા મેટાલિક મિનરલ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગ્રેગ જોન્સન જણાવે છે કે આ નવા રોકાણકારો સોનાની ખરીદી કરતા ચાંદીની ખરીદી વધતા બજારમાં ચાંદીની ખરીદી કરવા ધસારો કરશે. અને ચાંદીને તેજીની દિશા પકડવા મજબૂર કરશે. ગ્રેગ જોન્સન જણાવે છે કે મેટાલિક મિનરલ્સ કંપની ૨૦૧૮ના વર્ષમાં ૨૦ લાખ ડોલરનું નવું રોકાણ કરીને કેનેડા સ્થિત યુક્રેઈનની સીમા પાસે રહેલી કેનોસીલ્વર ખાણના પ્રોજેક્ટમાં ખોદકામ શરૂ કરશે અને ચાંદીની ઉત્પાદનમાં વધારો કરશે. ગ્રેગ જોન્સન વધુમાં જણાવે છે કે સોનું અને ચાંદી એક નવી પરિધમાં પ્રવેશીને નવા રિઝલ્ટ દાખવશે અને ઊંચા ભાવો દાખવીને ખાસ કરીને લાંબા ગાળાની ચાંદીની દ્યોગિક માંગને સંતોષશે.

આ તબક્કે બજારને નવા નવા રોકાણકારોની જરૂરત છે અને આ નજીકના ભવિષ્યમાં નવા ઇન્વેસ્ટરો ચાંદીની ખાણના ઉત્પાદનમાં વધુ રસ લેતા થશે અને ચાંદીની પુષ્કળ ખરીદી કરશે. નોંધવું રહ્યું કે સોના-ચાંદીનો રેશિયો ધીમે ધીમે ઘટી શકે જોઇક્વિટી બજારમાં મોટું વેચાણ થાય અને તે સ્થિતિને ઇન્વેસ્ટરો અવગણી શકે અને બજારની સમતુલના ખોરવાતા સોના-ચાંદીના રેશિયોને ઘટાડે. વધુમાં જાણવા મળે છે કે નાણાકીય કટોકટી અને તેમાં રહેલી અનિશ્ચિતતા બજારમાં ઊથલપાથલ કરાવશે. તેમાં શેરબજારની વધઘટ તથા બોન્ડના વળતરનો વધારો બજારના વેપારમાં કેટાલિસ્ટની ગરજ સારશે ત્યારે ઈન્વેસ્ટરોને ઓછા ભાવવાળી કિંમતી ધાતુ- સોના-ચાંદીની યાદ આવશે અને બંને ધાતુને પકડીને ખરીદવા દોટ મૂકશે. કેનેડાનું યુકોન ક્ષેત્રમાં રહેલ કેનો રિજિઅનનો ચાંદીથી ભરેલા સ્થળનો લાંબો ઇતિહાસ છે અને એ ક્ષેત્રમાંની માટીમાં ચાંદીનું પ્રમાણ ખૂબ જ વધુ છે. આ ક્ષેત્રમાંથી ૧૯૧૯થી ૧૯૮૯ સુધીના વર્ષમાંથી ૨,૦૦૦ લાખ ઔંસ ચાંદીનું ઉત્પાદન થયું છે. એનાલિસ્ટો જણાવે છે કે આ ક્ષેત્રની લગભગ ૮ જેટલી ચાંદીની ખાણમાં ૩૦ વર્ષથી ખોદકામ નથી થયું તેથી આ સ્થળે રહેલી માટીમાં ચાંદીનું પ્રમાણ ઘણું છે અને તેમાંથી પુષ્કળ ચાંદીનું ઉત્પાદન થશે. પરંતુ માત્ર આ કેનેડિયન ક્ષેત્રની ગણતરી કરીને ચાંદીના ઉત્પાદનનું મૂલ્યાંકન કરી ન શકાય અને વિશ્વની ચાંદીની કુલ માંગ તેનું ઉત્પાદન ચાંદીના ભાવની દિશા નક્કી કરે છે. લાંબા ગાળે ધીમી ગતિએ ચાંદીના ભાવો ઊંચકાશે તેમાં બે મત નથી અને ચાંદીના ભાવમાં તેજીની રેલી પોતાનું પ્રતિબિંબ દાખવશે.

;