વર્લ્ડ સ્પેસ વીક : લેન્ડસેટ સ્પેસ મિશન હેઠળ પૃથ્વીની અદ્ભુત તસવીરો - Sandesh
  • Home
  • World
  • વર્લ્ડ સ્પેસ વીક : લેન્ડસેટ સ્પેસ મિશન હેઠળ પૃથ્વીની અદ્ભુત તસવીરો

વર્લ્ડ સ્પેસ વીક : લેન્ડસેટ સ્પેસ મિશન હેઠળ પૃથ્વીની અદ્ભુત તસવીરો

 | 4:58 am IST

ન્યૂયોર્ક :

અમેરિકાએ લેન્ડસેટ સેટેલાઇટ મિશનનાં ૫૦ વર્ષ પૂરાં થવાની ઉજવણી પેટે અંતરિક્ષમાંથી પૃથ્વી કેવી લાગે છે તે દર્શાવવા સુંદર તસવીરો જાહેર કરી   યુનાઇટેડ નેશન્સ દ્વારા દર વર્ષે ૪ ઓક્ટોબરથી ૧૦ ઓક્ટોબરને વર્લ્ડ સ્પેસ વીક તરીકે ઊજવાય છે. અંતરિક્ષ વિજ્ઞાન અને ટેક્નોલોજીનાં ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ભરાતી હરણફાળ અને યોગદાનને ઊજવવા માટે દર વર્ષે આ અઠવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે રિમોટ સેન્સિંગ : એનેબેલિંગ અવર ફ્યૂચર થીમ હેઠળ અંતરિક્ષમાંથી પૃથ્વી પર થતાં પરીક્ષણોને સ્થાન આપવામાં આવ્યું છે.

અમેરિકાએ લેન્ડસેટ સેટેલાઇટ મિશનનાં ૫૦ વર્ષ પૂરાં થવાની ઉજવણી પેટે અંતરિક્ષમાંથી લેવાયેલી પૃથ્વીની કેટલીક અદ્ભુત તસવીરો શેર કરી છે. વર્ષ ૧૯૭૨માં લોન્ચ કરાયેલા લેન્ડસેટ ૧થી લઈને વર્ષ ૨૦૧૩માં લોન્ચ કરાયેલા લેન્ડસેટ ૮ દ્વારા લેવાયેલી પસંદગીની તસવીરો જાહેર કરતાં અમેરિકાએ અંતરિક્ષમાંથી પૃથ્વી કેવી લાગે છે તે દર્શાવવા પ્રયત્ન કર્યો છે. હાલમાં લેન્ડસેટ ૭ અને ૮ અંતરિક્ષમાં કાર્યરત છે અને દર ૧૬ દિવસે એક વાર પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી કરે છે. પર્યાવરણ અને હવામાનમાં થતા ફેરફારોને નોંધવા અને તેને લગતી આગોતરી માહિતી મેળવવા માટે મિશન અંતરિક્ષમાં તેની કામગીરી બજાવે છે.

પ્રથમ તસવીર પિૃમ ઓસ્ટ્રેલિયાની છે જે ૧૨મી મે ૨૦૧૩ના રોજ લેવાઈ હતી. બીજી તસવીર મોરિશાનિયાના સહારા રણની આંખની છે. ત્રીજી તસવીર બોલીવિયાના લેગુના પાસ્ટોસ પર્વતોની છે જ્યાં હંમેશા જ્વાળામુખી ફાટતા રહે છે. ચોથી તસવીર ચીનની તુરપાન પર્વતમાળાની છે અહીં પર્વતમાળામાં સોલ્ટલેક અને રેતીનું અદ્ભૂત મિશ્રણ જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન