Bollywood: world to the highest most important Movie

વિશ્વની આજ સુધીની સૌથી મહાન ફિલ્મ કઈ?  

 | 2:01 pm IST

થિયેટરોવાળા ચિંતામાં છે. લોકો ફ્લ્મિ જોવા થિયેટરોમાં ઓછા આવે છે. ટીવીની ચેનલો પર અને હવે તો પેલા સ્ટ્રીમિંગ પ્લેટફેર્મ્સ પર દુનિયા આખીની ફ્લ્મિો જોવા મળે છે. તો પછી ઘરે બેસીને ટીવી પર કે પછી ગમે ત્યાં ફ્રતાં ફ્રતાં ફેન પર ફ્લ્મિો શા માટે ન જોવી? અને સારા થિયેટરોની ટિકિટ પણ કેટલી મોંઘી હોય છે? આટલું ઓછું હોય તેમ, માણસ આખું અઠવાડિયું નીચોવાયા બાદ જિંદગીને નવપલ્લવિત કરવા માટે પરિવાર સાથે ઘરની બહાર નીકળી પડે અને હિંમત કરીને મોંધી ટિકિટ ખર્ચીને થિયેટરમાં ફ્લ્મિ જોવા જાય તો ત્યાં વળી અન્ય પ્રેક્ષકોનું નડતર નડે.

એકવીસમી સદી પણ આવી ગઈ અને આ નવી સદીને અઢાર વર્ષ પણ પૂરાં થઈ ગયાં, છતાં માનવજાતના કેટલાક પછાત નમૂનાઓ એક સાદું સત્ય નથી શીખ્યા કે ચાલુ ફ્લ્મિે, લોકો ડિસ્ટર્બ થાય એ રીતે અંદરોઅંદર કે ફેન પર વાત કરવાનો અધિકાર કાળાં-ધોળાં-ભૂખરાં માથાંના એક પણ મનુષ્યને ન હોઈ શકે, કારણ કે બીજાં લોકો ફ્લ્મિ જોવા આવે છે, તમારી વાતો સાંભળવા નહીં.

અચ્છા, થિયેટરમાં ફેન પર વાત કરવાનો અપરાધ તો મોટો છે જ, સાથોસાથ ચાલુ ફ્લ્મિે મોબાઈલ પર વોટ્સએપ મેસેજ જોવા એ પણ અપરાધની જ કેટેગરીમાં આવે, કારણ કે મોબાઈલના પડદામાં લાઈટ હોય છે. મોબાઈલનો એ સ્ક્રીન અને એની લાઈટ થિયેટરના મોટા પડદા અને મોટી લાઈટ સામે હરીફઈમાં ઉતરતાં હોય છે. એક જણ મોબાઈલ મચડે એટલે એની પાછળની હરોળમાં બેઠેલા અનેક લોકોને અંધારામાં પેલાના મોબાઈલની લાઈટ ખૂંચે, પડદા પર ચાલી રહેલી ફ્લ્મિ જોવામાં વિક્ષેપ પડે.

માણસ ઘરનો સોફસેટ છોડીને, મફ્તમાં મોબાઈલ પર ફ્લ્મિ જોવાની સુવિધા છોડીને શું કામ થિયેટરમાં આવે છે? કારણ કે થિયેટરના અંધારામાં, મોટા પડદા પર જે સૃષ્ટિ રચાય છે તેમાં ડૂબવાની, તણાવાની મજા જ કંઈક ઓર હોય છે. તમને બીજું કશું ડિસ્ટર્બ નથી કરતું, આખા હોલમાં માત્ર ને માત્ર ફ્લ્મિ નામની એક જ ઘટના ચાલતી હોય છે. પરિણામે ફ્લ્મિમાં, એની વાર્તામાં, દ્રશ્યોમાં, સંગીતમાં પૂરેપૂરા પરોવાઈ જવાનો જેવો લ્હાવો થિયેટરમાં છે એવો બીજે ક્યાંય નથી.

પાછી થિયેટરોમાં પણ, અમુક ફ્લ્મિો એવી હોય છે જે તમને તમારી જિંદગીમાંથી બહાર ખેંચીને પડદા પરની દુનિયામાં એટલી હદે તાણી જાય કે પછી પડદા પરની એ દુનિયામાંથી બહાર નીકળતાં તમને પણ વાર લાગે અને તમારી અંદર ઘૂસી જતી એ ફ્લ્મિને પણ તમારામાંથી બહાર નીકળતાં વાર લાગે.

અને જેને અત્યંત મહાન ગણી શકાય તેવી કેટલીક ફ્લ્મિો તો એવી હોય છે જે તમે એક વાર જુઓ ત્યાર પછી એ ફ્લ્મિમાંની દુનિયામાંથી તમે પણ ક્યારેય પૂરેપૂરા બહાર ન નીકળી શકો અને એ ફ્લ્મિ પણ ક્યારેય તમારામાંથી પૂરેપૂરી બહાર ન નીકળી શકે.

આવી એક ફ્લ્મિનું નામ છે, બાયસિકલ થીવ્ઝ.

“““

શરૂઆત તેનાં છેલ્લાં બે દ્રશ્યથી કરીએ.

દ્રશ્ય છેલ્લેથી બીજું:  

ઇટાલીના રોમ શહેરનું વાલ મેલૈના નામનું એક પરુ છે. એ પરાનો એક રસ્તો છે. તેની નજીકમાં આવેલા સ્ટેડિયમમાં થોડી મિનિટો પહેલાં જ ફૂટબોલની મેચ પતી છે. રસ્તા પર ભારે ભીડ છે. એ ભીડ વચ્ચે બાપ-દીકરાની એક જોડી ચાલી રહી છે. આસપાસ ચાલી રહેલાં લોકો તરફ એ બાપ-દીકરાનું જરાય ધ્યાન નથી. પરિણામે આસપાસના લોકો સાથે એ બંને સહેજ-સહેજ અથડાતા રહે છે. રસ્તા પર વાહનો પણ ચાલી રહ્યા છે. અલબત્ત, ભારે ભીડને કારણે વાહનની સ્પીડ પણ મનુષ્યની સ્પીડથી બહુ વધારે નથી. એટલે જ તો એક મોટું વાહન પેલા પિતાના ખભે ઘસાઈને જતું રહે છે ત્યારે પિતાને ઝાઝું વાગતું પણ નથી અને પોતે વાહન સાથે અથડાયો તેની પિતાને ખબર પણ નથી. પિતા વ્યથિત છે. થોડી પળો પહેલાં જ પડી ગયેલી પિતાની હેટને સાફ કરીને, ખંખેરીને દીકરો પિતાને આપે છે. પિતા હેટ હાથમાં લઈને ખંખેરે છે અને પહેરી લે છે. બંને ચાલતા રહે છે… પિતાની કમર સુધીની ઊંચાઈ ધરાવતો દીકરો વચ્ચે વચ્ચે આખો ચહેરો ઊંચો કરીને પિતાને જુએ છે. પિતા ખાસ્સો ઊંચો છે. પિતાનું ધ્યાન કશાય પર નથી. એ ચૂપચાપ ચાલી રહ્યો છે. પછી જ્યારે પિતા ચહેરો નીચો કરીને દીકરાને જુએ છે ત્યારે દીકરો જોઈ શકે છે કે તેનો બાપ આંસુને ખાળી રહ્યો છે અને ડૂસકું રોકી રહ્યો છે. દીકરો પિતાનો હાથ પકડે છે. પિતા સ્વસ્થ થવા મથે છે. બંને ચાલતા રહે છે. પિતા દીકરાના ટચૂકડા હાથની આંગળીઓને સહેજ પંપાળે છે. પણ જોનારને સ્પષ્ટ સમજાય છે કે દીકરાની આંગળીઓ પંપાળીને પિતા દીકરાને તસલ્લી નથી આપી રહ્યો. અસલમાં, દીકરાનો હાથ પંપાળીને બાપ દીકરામાંથી શક્તિ મેળવી રહ્યો છે, ટેકો મેળવી રહ્યો છે.

અને બસ, બંને ચાલ્યા કરે છે…

છેલ્લું દ્રશ્ય, 

એ પિતા-પુત્રની પીઠ દેખાઈ રહી છે. એ બંને ચાલી રહ્યા છે. આસપાસ બીજાં અનેક લોકો ચાલી રહ્યા છે. બધા ચાલતાં ચાલતાં આગળ વધી રહ્યા છે. બાપ-દીકરો પેલી ભીડ સાથે આગળ વધતાં વધતાં આપણી નજરથી ઓઝલ થાય છે. ટોળું ચાલતું રહે છે.

અને પડદા પર ઇટાલિયન શબ્દ ચમકે છેઃ ફ્નિે (ધ એન્ડ, સમાપ્ત).

આ તે કેવું ક્લાઈમેક્સ? બાપ ચાલે છે… દીકરો ચાલે છે… લોકો ચાલે છે… બસ, આટલું જ?

હા, આટલું જ અને છતાં સાઈટ એન્ડ સાઉન્ડ નામના વિખ્યાત સામયિકે ફ્લ્મિકારો અને વિવેચકો પાસે વિશ્વની શ્રેષ્ઠતમ ફ્લ્મિ માટેનું મતદાન કરાવ્યું ત્યારે એમાં વિશ્વની નં. ૧ ફ્લ્મિ તરીકેનું સ્થાન આ ફ્લ્મિ, નામે બાયસિકલ થીવ્ઝે મેળવેલું.

વિશ્વની કોઈપણ ટોપ ટેન ફ્લ્મિોની યાદી જુઓ, તેમાં બાયસિકલ થીવ્ઝનું નામ મોટે ભાગે હોય જ.

એવું તે શું છે આ ફ્લ્મિમાં?

પહેલી વાતઃ જેણે જેણે આ ફ્લ્મિ જોઈ હશે તે લગભગ તમામે તમામ લોકો સ્વીકારશે કે તેના ક્લાઈમેક્સના ઉપર નોંધેલાં બે દ્રશ્યો તેમને બરાબર યાદ છે. એ બાપ-દીકરાને પેલા રસ્તા પર ચાલતાં આપણે પોતે, આપણી સગ્ગી જિંદગીમાં, આપણી સગ્ગી આંખે જોયા હોવાનો અહેસાસ લગભગ તમામ દર્શકોને આજીવન યાદ રહે. મતલબ કે તમે એ ફ્લ્મિમાં એટલી હદે પ્રવેશી જાવ છો કે તમને એવું જ લાગે કે ઇટાલીના રોમ શહેરનું એ પરુ, એ રસ્તો, એ ભીડ મેં મારા જીવનકાળમાં જોયાં હતાં. હું ત્યાં ગયેલો… હું ત્યાં હતો… આ હદે દર્શકને ફ્લ્મિમાં તાણી જવું એ ફ્લ્મિકારની બહુ મોટી સિદ્ધિ છે. અહીં એક ખાસ વાત. આ ફ્લ્મિ આખેઆખી વાસ્તવિક સ્થળો પર જ શૂટ થઈ છે. એમાં ક્યાંય સ્ટુડિયોમાં રચાયેલો સેટ વપરાયો નથી. ફ્લ્મિ એકદમ રિયાલિસ્ટિક લાગવાનું આ એક મહત્ત્વનું કારણ છે. એનાં લોકેશન્સ જીવતાં લોકેશન્સ છે, સ્ટુડિયોમાં કારીગરોએ ઊભાં કરેલાં સેટ્સ નથી.

બીજી વાતઃ એ ફ્લ્મિ તમારામાં એટલી બધી પ્રવેશી જાય કે ફ્લ્મિ જોયાનાં વર્ષો પછી પણ જ્યારે તમે એને યાદ કરો ત્યારે એ તમારામાં સ્પંદનો જગાવી શકે. મેં કદાચ ત્રણ-ચાર વાર જોઈ હશે આ ફ્લ્મિ. છેલ્લી વાર જોયાને ઘણાં વર્ષો થઈ ગયાં. છતાં, આ લેખ લખતી વખતે ઉપરના ફ્કરાઓમાં જ્યારે ચાલી રહેલા પિતા-પુત્રના દ્રશ્ય વિશે લખી રહ્યો હતો ત્યારે ગળામાં થોડું ભારે ભારે લાગ્યું. પેલા પિતાની માફ્ક મારે પણ ડૂમો દબાવવો પડયો. કારણ કે એ ફ્લ્મિ મારી અંદર ઘૂસેલી છે. એ હજુ મારી અંદર જીવે છે.

તમે ફ્લ્મિમાં પ્રવેશી જાવ અને ફ્લ્મિ તમારામાં પ્રવેશી જાય… આ સંધાન.. આ તાદાત્મ્ય ઉત્કટ ત્યારે બને જ્યારે ફ્લ્મિનું નિર્દેશન-સિનેમેટોગ્રાફી-એડિટિંગ-સાઉન્ડ-મ્યુઝિક બધું જ ઉત્કૃષ્ટ હોય. અને સૌથી મહત્ત્વનો મુદ્દોઃ ફ્લ્મિમાં કહેવાયેલી વાત તમારા મન-હૃદય-આત્માને સ્પર્શી શકે તેવી હોય.

આ ફ્લ્મિમાં આ બધું જ છે. ફ્લ્મિનું હાર્દ છેઃ માનવગરિમા, હ્યુમન ડિગ્નીટી.  

સવારે એક માણસ છાતી કાઢીને ઊભો હોય, પગભર હોય, પણ સાંજ પડતાં તેનું ગૌરવ, તેનું આત્મસન્માન ચૂરચૂર થઈ શકે છે… ખાસ તો યુદ્ધ પછીના સમયમાં વેરવિખેર થઈ ચૂકેલા સમાજમાં માણસની ગરિમા કેવી રીતે ઠેબે ચડે છે તેનું સહેજ પણ કડવાશ કે બૂમબરાડા વિનાનું ચિત્રણ કરતી ફ્લ્મિ છે, બાઈસિકલ થીવ્ઝ…

એની હૃદયભેદક વાર્તા, આવતા અંકે…  

બાય ધ વે, આ ફ્લ્મિનાં ઉપર નોંધેલા બે દ્રશ્યો થિયેટરના પડદા પર ચાલી રહ્યા હોય ત્યારે કોઈ સહ-દર્શક ફેન પર વાત કરે કે મોબાઈલ ઓન કરીને વોટ્સએપ જુએ તો એ —-નું શું કરવું જોઈએ? (ખાલી જગ્યામાં તમને વાજબી લાગે તેવો ટીકાત્મક શબ્દ મૂકવો).

ક્લાસિક :- દીપક સોલિયા facebook.com/dipaksoliya1

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન