world top 7 biggest houses cum mansion know about them
  • Home
  • Featured
  • Photos: અદ્ભૂત છે આ દુનિયાના સૌથી મોટા મહેલ, એકનું તો ભારતમાં નિર્માણ

Photos: અદ્ભૂત છે આ દુનિયાના સૌથી મોટા મહેલ, એકનું તો ભારતમાં નિર્માણ

 | 11:50 am IST

દુનિયાભરમાં કેટલાયે એવા મહેલો છે જેની રચના આકાર આજે પણ સૌનુ આકર્ષણનું કેન્દ્ર બને છે આજે આપણે આવાજ ભવ્યાતિભવ્ય મહેલ અંગે વાત કરીશું હજારો લાખો વર્ગ ફિટમાં તૈયાર થયેલા આવા મહેલ કોણે બંધાવ્યા ક્યા આવ્યા છે આજે વાત કરીશું.

આ છે બિલ્ટમોર એસ્ટેટ
એશવિલા ઉત્તરી કૈરોલિનામાં આવેલ સંયુક્ત રાજ્ય અમેરિકાનું સૌથી મોટુ ખાનગી આવાસ માનવામાં આવે છે જે 178,926 વર્ગ ફીટમાં સ્થિત છે. જેનું નિર્માણ 1895 પૂર્ણ થયુ. વાસ્તુકળા ક્ષેત્રમાં પહાડી પરિદૃશ્યની ખુબસુરતી આ આવાસમાં સમેટાયેલી છે. 1930થી આ આવાસને જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.

પેન્સમોર હાઈલેન્ડવિલે

Missouri મહેલનો આકાર 72,215 square feet છે આ મહેલના માલિક ખગોળ વૈજ્ઞાનિક અને પૂર્વ CIA અધિકારી સ્ટીવન હફ છે. આ વિશાળ હવેલીના નિર્માણ કરવા પાછળનો ઉદ્દેશ્ય એવો હતો કે એક એવું પણ ઘર છે જેમાં બુલેટ, બોમ્બ, ભૂકંપ, આગ, તોફાનથી કોઈ નુકસાન થતું નથી. આ મહેલનું નિર્માણ કાર્ય ફરી બીજી વખત 2008માં શરૂ કરાયુ હતુ. હવેલી માલિકને સંતોષ નથી કે જેવુ મજબુત ઘર તેમણે બનાવવાનું વિચાર્યુ આ તેવુ નથી.

ધ વન બેલ એયર કૈલિફોર્નિયા
74,000 વર્ગ ફીટમાં સ્થિત આ ઘર અમેરિકાનું સૌથી મોંઘુ ઘર છે. આ ઘરમાં એવી સુવિધાઓ છે જેની તમે કલ્પના પણ કરી ન હોય. આ ઘરમાં 5,000 વર્ગ ફીટનો તો બેડરૂમ છે, ચાર સ્વિમિંગ પુલ, 30 કાર રાખી શકો તવું ગેરેજ, થિયેટર, નાઈટ ક્લબનો સમાવેશ થાય છે.

આ સિવાય નુરૂલ ઈમાન પેલેસ જે બ્રનેઈમાં આવેલ છે, Modern Versailles ફ્લોરિડા સ્થિત પેલેસ લંડનની બીજી સૌથી મોટી આવાસીય સંપત્તિ છે.

એન્ટીલિયા-મુંબઈ, ભારત
આકાર 400,000 વર્ગ ફીટમાં સ્થિત છે. Antilia ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું ઘર છે આ 27 માળનું 550 ફૂટ ઉંચી ઇમારત મુંબઈંમાં છે. આ દુનિયાનું બીજા નંબરનું ખાનગી આવાસ છે આ આલિશાન ઇમારતને તૈયાર કરવા માટે $ 1 બિલિયનથી વધારે ખર્ચ કરવામાં આવ્યો છે. ઈમારતના દરેક માળને અલગ અલગ ડિઝાઈન કરવામાં આવ્યું છે. કાર ગેરેજથી લઈને સ્પા જિમ અને ઇનડોર પુલ સાથે હેલીપેડ પણ આ બિલ્ડિંગમાં આવેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન