World top e-commerce company Amazon india hire 20000 temporary staff
  • Home
  • Business
  • દુનિયાની સૌથી મોટી કંપની આપી રહી છે 20,000 લોકોને નોકરી, 12મુ પાસ પણ કરે છે એપ્લાય

દુનિયાની સૌથી મોટી કંપની આપી રહી છે 20,000 લોકોને નોકરી, 12મુ પાસ પણ કરે છે એપ્લાય

 | 4:20 pm IST

કોરોના વાયરસના કારણે વૈશ્વિક અર્થતંત્ર ખોરવાયું છે. આ મહામારીના કારણે દેશમાં લોકડાઉન રહેતા કેટલાક લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. ઘણી કંપનીઓએ તો મહામારીના પગલે આર્થિક નુકસાન થતા નોકરી આપવાનું બંધ કરી છટણી કરવાનું શરૂ કર્યું. પરંતુ આ દરમિયાન વિશ્વની સૌથી મોટી અને જાણીતી કંપની એમેઝોન હાલ પણ લોકોને નોકરીની તક આપી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ એમેઝોન ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે તે ગ્રાહક સેવા ટીમમાં લગભગ 20,000 સીઝનલ અથવા કામચલાઉ(અસ્થાયી) રોજગારની તકો ઉભી કરી રહી છે. આની પાછળનો કંપનીનો હેતું ભારત સહિત દુનિયાભરના તેના ગ્રાહકોને મદદ કરવાનો છે. રિપોર્ટ પ્રમાણે એમેઝોન ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આગામી 6 મહિનામાં કસ્ટમર ટ્રાફિકની અપેક્ષિત માંગને પહોંચી વળવા હૈદરાબાદ, પુણે, કોઇમ્બતુર, નોઈડા, કોલકાતા, જયપુર, ચંદીગઢ, મેંગલોર, ઈન્દોર, ભોપાલ અને લખનૌમાં નવા અસ્થાયી રોજગાર ઉમેરવામાં આવી રહ્યા છે.

નવા નિયુક્ત એસોસિએટ ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે. આ માટે, તેઓ ઇમેઇલ, ચેટ, સોશિયલ મીડિયા અને ફોન જેવા વિવિધ માધ્યમો દ્વારા એક વ્યક્તિગત અને ઉત્તમ અનુભવ પ્રદાન કરશે. રિપોર્ટ પ્રમાણે એમેઝોન દ્વારા નવા કામચલાઉ પદ પર ભરતીઓ માટે ઉમેદવારોએ ધોરણ 12 પાસ થયેલ હોવું જરૂરી છે. સાથે ઉમેદવારને અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ અથવા કન્નડ ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. આ સીઝનલ નોકરીઓ માટે આવેદન કરવા [email protected] પર ઇમેલ અથવા 1800-208-9900 પર ફોન કરી શકે છે.

જાણો સમગ્ર માહિતી: મહેસાણા ફી મુદ્દે દબાણ કરતા વાલીઓમાં રોષ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન