વર્લ્ડ ટૂર : બલ્ગેરિયા - Sandesh
  • Home
  • Featured
  • વર્લ્ડ ટૂર : બલ્ગેરિયા

વર્લ્ડ ટૂર : બલ્ગેરિયા

 | 12:44 pm IST

બલ્ગેરિયા દક્ષિણ-પૂર્વ યુરોપમાં સ્થિત એક દેશ છે, જેનું પાટનગર સોફિયા છે. બલ્ગેરિયાની ઉત્તરમાં રોમાનિયા, પશ્ચિમમાં ર્સિબયા તથા મેસેડોનિયા, દક્ષિણમાં ગ્રીસ અને તુર્કી દેશ આવેલો છે. બલ્ગેરિયાની પૂર્વ દિશામાં કાલા સાગર નામનો દરિયો આવેલો છે. કલા અને તકનીક સિવાય રાજકારણની દૃષ્ટિએ પણ બલ્ગેરિયાનું અસ્તિત્વ પાંચમી સદીથી જ જોવા મળે છે. બલ્ગેરિયા સામ્રાજ્યે બાલ્કન ક્ષેત્ર જ નહીં, પરંતુ સંપૂર્ણ પૂર્વી યુરોપને પ્રભાવિત કર્યું હતું. બલ્ગેરિયા સામ્રાજ્યના પતન બાદ ઓટોમને ત્યાંનું શાસન સંભાળ્યું. દ્વિતીય વિશ્વ બાદ બલ્ગેરિયા સામ્યવાદી રાજ્ય અને પૂર્વી બ્લાકનો ભાગ બની ગયો હતો, પરંતુ ૧૯૮૯ની ક્રાંતિ પછી ૧૯૯૦માં સામ્યવાદી સત્તાનો ખાતમો થઈ ગયો અને દેશ ધીમે ધીમે સંસદીય ગણરાજ્ય તરફ આગળ વધવા લાગ્યો. બલ્ગેરિયા ૨૦૦૪થી નાટો અને ૨૦૦૭થી યુરોપિયન યુનિયનનો સભ્ય દેશ પણ છે.