નાસ્ત્રેદમસે કરેલી ભવિષ્યવાણી 2018માં સાચી તો નહિ પડે ને? - Sandesh
  • Home
  • World
  • નાસ્ત્રેદમસે કરેલી ભવિષ્યવાણી 2018માં સાચી તો નહિ પડે ને?

નાસ્ત્રેદમસે કરેલી ભવિષ્યવાણી 2018માં સાચી તો નહિ પડે ને?

 | 12:07 pm IST

એશિયામાં સૈન્ય તણાવ પોતાના ચરમસીમા પર છે. ભારત-પાકિસ્તાન, ઉત્તર કોરિયા-દક્ષિણ કોરિયા, ચીન-તાઈવાન જેવા દેશો ઉપરાંત બર્મા, બાંગ્લાદેશ, શ્રીલંકા જેવા નાના દેશોમાં પણ અસંતોષ ફેલાયેલ છે. દુનિયાના વિનાશને લઈને ફ્રાન્સના ચર્ચિત ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસની અનેક ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ ચૂકી છે. નાસ્ત્રેદમસે વર્ષ 218 માટે પણ અનેક ડરાવણી ભવિષ્યવાણીઓ કરી હતી. જો 2018માં આ ભવિષ્યવાણીઓ સાબિત થઈ જશે, તો સમજો કે, આ વર્ષ દુનિયા માટે સૌથી ડરાવનો સાબિત થઈ શકશે.

નાસ્ત્રેદમસે પોતાનું પુસ્તક ધ પ્રોફેસીઝમાં ત્રીજા વિશ્વયુદ્ધ અને વૈશ્વિક વ્યવસ્થામાં એક મોટા ફેરબદલની ભવિષ્યવાણી કરી છે. નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર, ત્રીજું વિશ્વયુદ્ધ માત્ર બે કે બેથી વધુ દેશોમાં નહિ, પરંતુ બે દિશાઓની વચ્ચે થશે. એટલે કે, પૂર્વ અને પશ્ચિમની વચ્ચે. આવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, અમેરિકા અને કોરિયાની વચ્ચે યુદ્ધ થઈ શકે છે.

નાસ્ત્રેદમસ ભવિષ્યવાણી મુજબ, માણસ માણસને મારી રહ્યો હશે અને યુદ્ધના અંતમા કેટલાક લોકો શાંતિનો આનંદ ઉઠાવવા માટે બચશે. આસમાનથી ઉડતા આગના ગોળા બરસશે અને લોકો અસહાસ થઈ જશે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગે સતત ન્યૂક્લિયર મિસાઈલ્સ પરીક્ષણોથી આવો ડરનો માહોલ પહેલેથી જ બનેલો છે. નાસ્ત્રેદમસનું નામ બધા જ જાણે છે. પરંતુ જે નથી જાણતા તેઓ પણ જાણી લે કે, 14 ડિસેમ્બર, 1503ના રોજ ફ્રાન્સના નાનકડા ગામમાં જન્મેલા નાસ્ત્રેદમ 16મી શતાબ્દીમાં કવિતાઓના માધ્યમથી દુનિયાની ભવિષ્ય જણાવતા હતા. નાસ્ત્રેદમસની લખેલી અનેક ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.

નાસ્ત્રેદમસની જે ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે, તેમાં દ્વિતીય વિશ્વ યુદ્ધ, પરમાણુ બોમ્બ, અમેરિકામાં 9/11 આતંકી હુમલો અને હિટલરના ઉદય વિશે કહેવામાં આવ્યું હતું. કહેવામાં આવ્યું આવી રહ્યું છે કે, નાસ્ત્રેદમસની પાસે એકવાર એક યુવાન આવ્યો હતો, તેમણે તેને ઝૂકીને પ્રણામ કર્યા હતા. આ જોઈને તેમના દોસ્ત જોઈને હેરાન થઈ ગયા હતા અને યુવકને અભિવાદન કરવાનું કારણ પૂછ્યું તો તેમણે જણાવ્યું કે, આ શખઅસ આગળ જઈને પોપ બનશે. ત્યારે આ યુવક આગળ જઈને 1558 પોપ બની ગયો છે. એટલુ જ નહિ, નાસ્ત્રેદમસે જે રીતે પોતાના મોતની ભવિષ્યવાણી કરી હતી તે જોઈને યુરોપ પણ હેરાન થઈ ગયું હતું.