દુનિયામાં અનેક દેશોમાં નવા વર્ષની ઉજવણી શરૂ, જુઓ તસવીરો - Sandesh
  • Home
  • World
  • દુનિયામાં અનેક દેશોમાં નવા વર્ષની ઉજવણી શરૂ, જુઓ તસવીરો

દુનિયામાં અનેક દેશોમાં નવા વર્ષની ઉજવણી શરૂ, જુઓ તસવીરો

 | 8:59 pm IST

ધરતી પર નવા વર્ષના મંડાણ થઈ ચુક્યા છે. ધીમે ધીમે વર્ષ 2017 ને ગુડ બાય કહેવા અને નવા વર્ષ 2018ને આવકારવા દુનિયા જશ્નમાં માહોલમાં ડુબી છે. ભારત સહિતના ઘણા દેશોમાં નવા વર્ષના સ્વાગતમાં હવે થોડા જ કલાકો બાકી છે જ્યારે દુનિયાના કેટલાક ભાગોમાં લોકોએ નવા વર્ષની ઉજવણી શરૂ પણ કરી દીધી છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2018એ એન્ટ્રી મારી દીધી છે અને ત્યાંના લોકોએ ખુબ જ રોમાંચક રીતે નવા વર્ષને વધાવ્યું છે.

ન્યૂઝીલેન્ડમાં સૌપ્રથમ નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે દરમિયા આકાશમાં શાનદાર આતશબાજી જોવા મળી હતી.

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં શાનદાર નજારો જોવા મળ્યો હતો. ઓકલેન્ડમાં લોકોએ માર્ગો પર નિકળીને નવા વર્ષને વધાવ્યું હતું અને જશ્નમાં ડુબ્યાં હતાં. લોકો ડાન્સ કરતા જોવા મળ્યાં હતાં.

નવા વર્ષને આવકારવા લોકો રાત્રે જશ્ન અને મોજ મસ્તી કરવા રોડ પર ઉતરી આવ્યાં હતાં

 

બીજા નંબરે ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષે દેખા દીધી હતી. ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બર રંગીન રોશનીમાં તરબોળ થઈ ગયું હતું.

 

સમુદ્રમાં નૌકાઓમાં સવાર થઈ લોકોએ આ અદભૂત નજારો માણ્યો હતો.

 

થોડા સમય માટે આસમાન જાણે વિવિધ પ્રકારની રોશનીથી ભરાઈ ગયું હતું. સિડની હાર્બર પર આતશબાજી અને ફટાકડાના કારણે સર્જાયેલા માહોલે લોકોને ઉત્સાહ બેવડાવી દીધો હતો.

 

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના સિડની હાર્બર ખાતે શાનદાર આતશબાજી જોવા મળી હતી.

 

ઓસ્ટ્રેલિયામાં લોકો મસ્તીના મૂડમાં છે. અહીં નવા વર્ષની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આતશબાજી નવા વર્ષના ટકોરાના થોડા સમય પહેલા જ શરૂ થઈ ગઈ હતી અને ઘણો સમય ચાલુ રહી હતી. લોકોએ પોતાના કેમેરામાં આ નયનરમ્ય જનારો કેદ કરી લીધો હતો.