world Which is the country where the world's richest billionaires live
  • Home
  • Featured
  • દુનિયાના શક્તિશાળી દેશોને પાછળ રાખી ભારતીયોએ વગાડ્યો ડંકો

દુનિયાના શક્તિશાળી દેશોને પાછળ રાખી ભારતીયોએ વગાડ્યો ડંકો

 | 11:37 am IST

દરેક દેશમાં અલ્ટ્રા હાઇ નેટ વર્ષ વાળા અમીર રહે છે. પરંતુ શુ તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધારે અરબપતિ કયા દેશમાં છે? અને આ દેશોની લિસ્ટમાં આપણો ભારત દેશ કયા નંબર પર છે.?

દુનિયમાં સૌથી વધારે અરબપતિ અમેરિકામાં છે કુલ 585 અરબપતિઓ વાળા અમેરિકામાં 68% એવા છે જે કોઇ વારસાથી નહીં પરંતુ ખૂબ મહેનતથી પૈસા કમાયા છે. આ અરબપતિઓની કુલ સંપતિ 3096.7 અરબ ડૉલર છે.

અરબપતિની સંખ્યામાં બીજા નંબર પર પાડોશી દેશ ચીન કાબિજ છે. ચીનમાં 373 અરબપતિ રહે છે. તેમાથી 98ટકા અરબપતિએ પોતાની મહેનતથી પૈસા કમાયા છે. જ્યારે 51 ડ્રૉપ આઉટ એવા અમીર પણ સામેલ છે. જેની સંપતિ ગત વર્ષની તુલનામાં 1 અરબ ડૉલરથી ઓછી થઇ.

ત્રીજા નંબર પર જર્મનીનું નામ આવે છે. આ દેશમાં કુલ 123 અરબપતિ છે. તેમની કુલ સંપતિ 579 અરબ ડૉલર છે. જ્યારે 15 અમીર એવા છે જેમની સંપતિ ગત વર્ષની તુલનામાં એક અરબ ડૉલરથી ઓછી થઇ ગઇ.

દુનિયામાં અરબપતિની સંખ્યામાં ભારત ચોથા નંબર પર છે. ભારતમાં કુલ 119 અરબપતિ અમીર છે. તેની કુલ સંપતિ 440.1 અરબ ડૉલર છે. ગત વર્ષની તુલનામાં આ લિસ્ટમાં 5 અમીર ઓછા થઇ ગાય જેની સંપતિ એક અરબ ડોલરથી ઓછી થઇ ગઇ.

આ યાદીમાં પાંચમાં નંબર પર રશિયા છે. 101 અરબપતિઓ વાળ રશિયમાં દરેક અલ્ટ્રા હાઇ નેટવર્થ વાળ અમીર તેમની મહેનતથી બન્યા છે.

હાલ તેના પ્રદર્શનોને લઇને ચર્ચામાં રહેતા હોંગકોંગ અમીરોની છઠ્ઠા નંબર પર છે. ત્યાં કુલ 67 અરબપતિ રહે છે. તેની કુલ સંપતિ 334.7 અરબ ડૉલર છે. હોંગકોંગ છઠ્ઠા સ્થાન પર છે.

યુનાઇટેડ કિંગડમમાં 54 અરબપતિઓ છે. તેમની કુલ સંપતિ 202 અરબ ડૉલર છે. તે સાતમા નંબર પર છે.

સૌથી વધારે અરબપતિઓની યાદીમાં આઠમાં નંબર પર કેનેડા છે. અંહી કુલ અરબપતિઓની સંખ્યા 46 છે. જેમની કુલ સંપતિ 148.5 અરબ ડૉલર છે.

આ યાદીમાં નવમા નંબર પર દક્ષિણ કોરિયાનું નામ આવે છે. જ્યા કુલ 44 અરબપતિ રહેલાછે. જેમની પાસે કુલ 126.8 અરબ ડૉલરની સંપતિ છે.

તેમજ દસમાં નંબર પર ઇટલીનું નામ આવે છે. જ્યાં કુલ 43 અરબપતિ રહેલા છે. જેમની કુલ સંપતિ 170.4 અરબ ડૉલર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન