World Will get First Corona Vaccine From Russia in Just two Days
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • બે દિવસમાં જ દુનિયાને મળી જશે કોરોનાની પહેલી વેક્સિન, રશિયાએ કર્યો મોટો દાવો

બે દિવસમાં જ દુનિયાને મળી જશે કોરોનાની પહેલી વેક્સિન, રશિયાએ કર્યો મોટો દાવો

 | 9:56 am IST

દુનિયાને કોરોના વાયરસની પહેલી વેક્સિન 12 ઓગસ્ટના રોજ મળી જશે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, તે આગામી અઠવાડિયામાં કોરોના વેક્સિનનું રજિસ્ટ્રેશન કરાવી દેશે. આ દુનિયાની પહેલી એવી વેક્સિન હશે કે જેને રેગ્યુલેટરી એપ્રુવલ મળશે. આ વેક્સિન રશિયાના તમામ લોકોને આપવામાં આવશે જેથી તેઓ કોરોના વાયરસ સામે ઈમ્યુનિટી હાંસલ કરી શકે. રશિયાની ન્યુઝ એજન્સી અનુસાર, આ વેક્સિનથી કોઈ પણ પ્રકારના નુકસાનના સંકેત મળ્યા નથી. અને સપ્ટેમ્બરથી મોટાપાયે આ વેક્સિનનું ઉત્પાદન કરવામાં આવશે. તેમજ ઓક્ટોબરથી સમગ્ર રશિયામાં વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે.

જાણો કેવી રીતે કામ કરે છે વેક્સિનઃ

મોસ્કોના ગામલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યુટની બનાવેલી આ વેક્સિનને એડેનોવાયરસના આધાર પર બનાવેલાં પાર્ટિકલનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. ત્યાંના પ્રમુખ એલેક્ઝાન્ડર ગિંટ્ઝબર્ગે કહ્યું કે, જે પાર્ટિકલ્સ અને ઓબ્જેટ્સ પોતાની કોપી બનાવી શકે છે, તેને જીવિત માનવામાં આવશે. તેમના પ્રમાણે વેક્સિનમાં જે પાર્ટિકલનો ઉપયોગ થયો છે, તે પોતાની કોપી બનાવી શકતા નથી.

એલેક્ઝાન્ડરના કહેવા પ્રમાણે, થોડા લોકોને વેક્સિનનો ડોઝ આપવા પર તાવ આવી શકે છે. તેના માટે પેરાસિટામોલનો ઉપયોગ કરી શકાય છે. તેઓએ કહ્યું કે, ટીકા લગાવ્યા બાદ જ્યારે ઈમ્યુન સિસ્ટમને પાવરફૂલ બૂસ્ટ મળે છે તેનાથી અમુક લોકોને પ્રાકૃતિક રીતે અમુક રીતે તાવ આવી જાય છે, પણ આ સાઈડ ઈફેક્ટને પેરાસિટામોલથી દૂર કરી શકાય છે.

રિપોર્ટનું માનીએ તો, ખુદ એલેક્ઝાન્ડ ઉપરાંત રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગમાં સામેલ અન્ય લોકોએ પણ સૌથી પહેલા ટીકા લગાવી દીધા છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશકોએ કહ્યું હતું કે, આ મહિનાથી હેલ્થ વર્કર્સને પણ આ વેક્સિન આપવામાં આવી શકે છે.

રશિયાએ દુનિયાની સૌથી પહેલી વેક્સિન તૈયાર કરવાનો દાવો તો કર્યો છે, પણ અનેક એક્સપર્ટ તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે. ખુદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પણ કહી ચૂક્યું છે કે, રુસી વેક્સિનથી જોડાયેલી કોઈ સત્તાવાર માહિતી કે ડેટા તે લોકોને સોંપવામાં આવ્યો નથી.

આ વીડિયો પણ જુઓઃ ખેડૂતો માટે આજે સરકાર જાહેર કરશે નવી કૃષિ યોજના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન