વિશ્વની ટોચની 10 લીકર બ્રાન્ડનો જરૂર કરજો ટેસ્ટ, પૈસા ના હોત તો પણ ન કરતાં ટાઈમ વેસ્ટ - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • વિશ્વની ટોચની 10 લીકર બ્રાન્ડનો જરૂર કરજો ટેસ્ટ, પૈસા ના હોત તો પણ ન કરતાં ટાઈમ વેસ્ટ

વિશ્વની ટોચની 10 લીકર બ્રાન્ડનો જરૂર કરજો ટેસ્ટ, પૈસા ના હોત તો પણ ન કરતાં ટાઈમ વેસ્ટ

 | 9:22 am IST


વિશ્વની લીકર એટલે શરાબની ટોચની 10 બ્રાન્ડમાં ત્રણ ભારતીય છે. જ્યારે ટોચની 100માં 16 ભારતીય બ્રાન્ડનો સમાવેશ થાય છે. ઓફિસર્સ ચોઈસને આમા બીજું સ્થાન મળ્યું છે.

ઈન્ટરનેશનલ વાઈન એન્ડ સ્પ્રિટ રિસર્ચ (આઈડબ્લ્યુએસઆર)ના અહેવાલ મુજબ મેકડોલ્સ વ્હીસ્કી છઠ્ઠા અને ઈમ્પિરિયલ બ્લૂ 10માં સ્થાને છે. એલેડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ (એબીડી)ના એક્ઝિક્યુટિવ ડાયરેકટર જિતેન્દ્ર હેમદેવના જણાવ્યા અનુસાર ભારતમાં મોટી રકમની નોટો પર પ્રતિબંધ અને બિહાર સહિત અન્ય રાજ્યોમાં નશાબંધી છંતા ઓફિસર્સ ચોઈસને વિશ્વભરમાં બીજું સ્થાન મળ્યું છે. આ બ્રાન્ડ રેગ્યુલર વ્હીસ્કી સેગ્મેન્ટમાં 40 ટકા બજાર હિસ્સો ધરાવે છે. સમગ્ર ભારતમાં એક વર્ષમાં 40 કરોડ કરતાં પણ વધારે શરાબની બોટલો વેચાય છે.

વિશ્વભરમાં જિનરો બ્રાન્ડ પ્રથમ, ઓફિસર્સ ચોઈસ બીજા અને રોંગ કાઓ ત્રીજા સ્થાને છે. આ જ રીતે એમ્પેરાડોર ચોથા, ચુમ ચુરુમ પાંચમાં, મેકડોલ્સ છઠ્ઠા, સ્મિરનઓફ સાત, હોંગ ટોંગ લિકર આઠ, ગુડ ડે નવમાં અને ઈમ્પિરિયલ બ્લૂ 10માં ક્રમે છે.

વિશ્વની ટોચની 100 બ્રાન્ડમાં વ્હીસ્કી સૌથી વધારે પસંદ કરાય છે. 100 બ્રાન્ડમાં 28 બ્રાન્ડ વ્હીસ્કી છે. આ 28 બ્રાન્ડમાં 13 બ્રાન્ડ ભારતીય છે. હૈદરાબાદના જુલલી હિલ્સને અડીને આવેલો ટોનિક સ્ટોર 1,500 ચોરસ મીટરમાં ફેલાયેલો છે. તે દેશમાં સૌથી મોટો લીકર સ્ટોર છે. સ્ટોરમાં વાઈન અને સ્પ્રિટની 500 જેટલી બ્રાન્ડ છે.
ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વના સૌથી મોટા લીકર સ્ટોર તરીકે અમેરિકાના કોલોરાડોના Daveco Liquorsને સ્થાન મળ્યું છે. આ સ્ટોર 1,00,073 ચોરસ મીટરમાં ફેલાયેલો છે.

;