NIFTY 10,164.15 +46.10  |  SENSEX 32,943.31 +182.87  |  USD 65.3400 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • દુબઈના રાધા-કૃષ્ણ મંદિરમાં 1705 ફૂટની ધજા ચડાવી વર્લ્ડ રેકોર્ડ નોંધાશે, જાણો અમદાવાદનું કોણ ચડાવશે?

દુબઈના રાધા-કૃષ્ણ મંદિરમાં 1705 ફૂટની ધજા ચડાવી વર્લ્ડ રેકોર્ડ નોંધાશે, જાણો અમદાવાદનું કોણ ચડાવશે?

 | 10:36 am IST

અમદાવાદ શહેરની આઈ પાવર વર્લ્ડ વંડર ક્લબ વિદેશની ધરતી ઉપર રેકોર્ડ સર્જશે. આ ક્લબ દ્વારા આગામી 13મી જૂનના રોજ દુબઈ ખાતે આવેલ રાધા-કૃષ્ણ મંદિરમાં 1705 ફૂટ (569 ગજ)ની ધજા ચડાવી વર્લ્ડ રેકોર્ડ નોધાવવામાં આવશે. જેના માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 13મી જૂનના રોજ શહેરમાંથી ક્લબના 45થી 50 મેમ્બરો દુબઈ પહોચશે. એટલે કે, દુબઈ જતું તે પ્લેન જાણે કે માત્ર ધજા ચડાવવા જતાં ક્લબ મેમ્બરોથી ભરપૂર જોવા મળશે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરની આ ક્લબ માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે. જેમાં વિવિધ એક્ટિવિટી કરી રેકોર્ડ નોંધાવવાના એક માત્ર ઉદેશ્ય સાથે સ્થપાયેલ આ ક્લબ દ્વારા વર્ષ-2015માં બનાસકાંઠા સ્થિત અંબાજી મંદિરમાં 1503 ફૂટની ધજા અને 64 ફૂટની અગરબત્તી ચડાવી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ નોધાવવામાં આવ્યો હતો. ત્યારે હવે દુબઈ ખાતે આવેલ એકમાત્ર રાધે-કૃષ્ણ મંદિરમાં 13મી જૂનના રોજ સાંજે 6 વાગે 1708 ફૂટની ધજા ચડાવી રેકોર્ડ નોંધાવાશે. આ ઉપરાંત આવતાં વર્ષે યુ.એસ.એમાં ગીનીસ વર્લ્ડ રેકોર્ડ નોધાવવામાં આવશે તેવુ ક્લબ મેમ્બરે જણાવ્યું હતું.