world's fastest internet, 57000 movies will be downloaded in 1 second
  • Home
  • Featured
  • દુનિયાનું સૌથી સ્પીડ વાળું ઈન્ટરનેટ, 1 સેકેન્ડમાં Download થશે 57 હજાર ફિલ્મો

દુનિયાનું સૌથી સ્પીડ વાળું ઈન્ટરનેટ, 1 સેકેન્ડમાં Download થશે 57 હજાર ફિલ્મો

 | 2:25 pm IST
  • Share

આજે દુનિયાભરમાં ઈન્ટરનેટનું ખુબ જ મહત્વ રહેલું છે. ઈન્ટરનેટે આપણી જીંદગી આસાન બનાવી દીધી છે. એક તરફ ભારતમાં 5G લોન્ચ થવાની તૈયારીમાં છે. તો બીજી તરફ ચીન અને અમેરિકામાં 6Gની ટેસ્ટિંગ શરૂ થઈ ગઈ છે. પરંતુ જાપાને એવી સિદ્ધી હાંસલ કરી છે જેને સાંભળીને તમે હેરાન થઈ જશો. જાપાનની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈમ્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન્સ ટેકનોલોજીની લેબમાં ટેસ્ટિંગ દરમિયાન ઈન્ટરનેટની સ્પીડ 319 ટેરાબાઈટ પ્રતિ સેકેન્ડ આવી હતી. જેણે જુના તમામ રેકોર્ડ તોડી દીધા છે. જેની સ્પીડનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે એક સેકેન્ડમાં યૂઝર્સ 57 હજાર ફિલ્મો ડાઉનલોડ કરી શકે છે. આટલી સ્પીડથી મોટામાં મોટી ફાઈલ પણ ચપટીમાં ડાઉનલોડ થઈ જશે.

ગયા વર્ષે પણ આવી રીતે જ ટેસ્ટીંગ થયું હતું. જેમાં 178 ટેરાબાઈટ પ્રતિ સેકેન્ડ સ્પીડ આવી હતી. આ ટેસ્ટ ગયા વર્ષે જાપાન અને બ્રિટનના એન્જીનિયરોએ મળીને કર્યું હતું. આ વર્ષે ટેસ્ટિંગ કરી જાપાને આ રેકોર્ડ તોડી દીધો છે.

જાપાનની લેબમાં આટલી સ્પીડ મેળવવા માટે ઓપ્ટિકલ ફાઈબર કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. NIICTએ 3001 કિમી લાંબી એક ટ્રાન્સમિશન તૈયાર કરવામાં આવી હતી. ટીમનું માનવું છે કે હજુ પણ વધારે સ્પીડ મેળવી શકાય છે. તમને જણાવી દઈએ કે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા 440 ગીગાબાઈટ પ્રતિ સેકેન્ડની સ્પીડ વાળા ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. જ્યારે ભારતમાં વધારેમાં વધારે બોર્ડબેન્ડની સ્પીડ અંદાજીત 512 KBPSથી વધારે નથી હોતી.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો