worlds fastest internet speed Recorded in one second
  • Home
  • Featured
  • ચપટી વગાડતા જ 1000થી વધારે ફિલ્મો થઈ ડાઉનલોડ, ઈન્ટરનેટની સ્પીડે તોડી નાંખ્યા તમામ રેકોર્ડ

ચપટી વગાડતા જ 1000થી વધારે ફિલ્મો થઈ ડાઉનલોડ, ઈન્ટરનેટની સ્પીડે તોડી નાંખ્યા તમામ રેકોર્ડ

 | 1:51 pm IST

શું તમે સાંભળ્યું ફક્ત એક સેકન્ડમાં ધડાધડ 1000થી વધારે ફિલ્મો ડાઉનલોડ એ પણ HD ફિલ્મ લાગી રહ્યું છે ને કે કોઈ મજાક કરી રહ્યુ છે પણ આ કોઈ મજાક નથી. આવનારા થોડા સમયમાં તમે આ સપનાને સત્ય થતુ જોઈ શકશો. એક રિસર્ચરે તેના રિસર્ચ દ્વારા આ વાત સામે લાવી છે.

દુનિયાના તમામ રેકોર્ડ તોડીને ઓસ્ટ્રેલિયામાં રિસર્ચરને આ ઇન્ટરનેટની સ્પીડ મળી છે. જે છે Tbps. આ ઇન્ટરનેટની સ્પીડ એટલી વધુ છે કે ફક્ત 1 મિનિટમાં 42 હજાર GBથી વધારે ડેટા ડાઉનલોડ કરી શકો છો. નવો વર્લ્ડ રેકોર્ડ 44.2 Tbpsની સ્પીડનો બન્યો છે.

સ્પીડ કેટલી વધારે હતી તેને સમજવા માટે તમારા ફોન કે કોમ્પ્યુટર પર મળતા ડેટાની સ્પીડ પર નજર નાખો. 1 મેગાબાઈટમાં 10 લાખ યૂનિટ્સ ડિજીટલ ઇમ્ફોર્મેશન માહિતી હોય છે. અને સારા બ્રોડબેન્ડ કનેક્શનમાં 100Mbpsની ટોપ સ્પીડ મળે છે.

એટલેકે એક સેંકન્ડમાં 100MB ડેટા રિસીવ થાય છે. મોબાઇલ ડેટા કે વાયરલેસ કનેક્શનમાં આ સ્પીડ 1Mbpsથી ઓછી હોય છે. જે સ્પીડ રિસર્ચરને Tbpsમાં મળી છે. તેના એક ટેરાબાઇટમાં 1000 યૂનિટ ડીજીટલ માહિતી હોય છે.

1 સેકન્ડમાં સેકડો ફોનની સ્ટોરેજ ફુલ
જો ટેરાબાઈટ પ્રતિ સેકન્ડ સ્પીડ મળે તો એક સેંકન્ડમાં 1000GB ડેટા ડાઉનલોડ કરી શકાય છે. જે સ્પીડ રિસર્ચરને મળી છે તે 44.2Tbps હતી. આનો મતલબ છે કે રિસર્ચરે એક સેકન્ડમાં 44,200GB ડેટા ડાઉનલોડ કર્યો.

ઘડીના છઠ્ઠા ભાગમાં 1000 ભાગમાં લોડ થશે પેજ
માઈક્રો-કોમ્બને મેલબર્નની યૂનિવર્સિટી કેમ્પસ સાથે જાડતા નેટવર્ક સાથે પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. એક સિક્કાથી નાનો માઈક્રો કોમ્બ ઇન્વેટ ડિમાન્ડ પુરી શકવા પુરતો છે. યુનિવર્સિટીના પ્રોફેસરે કહ્યુ કે આ એક નાનકડી ઝલક માત્ર છે. આગામી બે ત્રણ વર્ષમાં ઇન્ટરનેટનો ઢાંચો જ બદલાઈ જશે. ઇન્ટરનેટ સાથે જોડાયેલા કામ પલક ઝપકાવતા જ થઈ જશે.

આ વીડિયો જુઓ: મોરબીમાં પક્ષીઓ માટે જગોદણા પરિવારનો અનોખો સેવાયજ્ઞ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન