ભારતમાં લોન્ચ થયો ફિજેટ સ્પિનરવાળો ફોન, આ રીતે ખરીદી શકાશે - Sandesh
NIFTY 10,393.90 +15.50  |  SENSEX 33,839.39 +64.73  |  USD 64.5400 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • ભારતમાં લોન્ચ થયો ફિજેટ સ્પિનરવાળો ફોન, આ રીતે ખરીદી શકાશે

ભારતમાં લોન્ચ થયો ફિજેટ સ્પિનરવાળો ફોન, આ રીતે ખરીદી શકાશે

 | 2:17 pm IST

હોંગકોંગની એક કંપની ચિલી ઈન્ટરનેશનલે હાલમાં જ દુનિયાનો પહેલો ફિજેટ સ્પિનર મોબાઈલ ભારતમાં લોન્ચ કર્યો છે. આ એક સામાન્ય ફિચર ફોન છે, જે દેખાવમાં હાલમાં ખુબ જ ફેમસ રમકડાનો ફોન ફિજેટ સ્પિનર જેવો જ દેખાય છે અને તેને તે રીતે હાથમાં ફેરવી પણ શકાય છે.

ફોનમાં નાની એવી ડિસ્પલે આપવામાં આવી છે. આ બંને ફોનમાં તે ટૂલ છે જે આને સ્પિનર કરવામાં મદદ કરે છે. આ ફોનમાં 32MB રેમ અને આટલી જ મેમોરી આપવામાં આવી છે, જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. આ ફોનને એક સામાન્ય ફિચર્સ ફોનની જેમ વાપરી શકાય છે.

આ ફોન સાથે તમે રમી શકો છો, તે ઉપરાંત કોલિંગ અને મેસેજિંગ જેવા સામાન્ય કામ પણ કરી શકો છે. આ ફોન બ્લૂટૂથને સપોર્ટ કરે છે, જેનો ઉપયોગ કરીને તમે તમારા ફોનકોલ્સ તેના પર રિસીવ કરી શકો છે. આ ફોનમાં સિંગલ સિમકાર્ડનો ઉપયોગ કરી શકો છો. આ ફોનમાં 280mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોન MP3ને સપોર્ટ કરે છે પરંતુ આમાં 3.5MM જેક આપવામાં આવ્યું નથી. ફોનનાં નીચેના ભાગમાં માઈક્રો USB ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યું છે. જો તમારી પાસે કનેક્ટર છે તો તમે પોતાના ઈયરફોન જોડીને સોંગ સાંભળી શકો છો.


સપ્ટેમ્બરના અંતથી આ ફોન ભારતીય ઓનલાઈન સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. આને ફ્લિપકાર્ટ, સ્નેપડીલ જેવા સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે. ભારતમાં આની કિંમત 1200 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન લાલ, ગુલાબી, ગોલ્ડન, બ્લેક અને વાદળી કલરમાં ઉપલબ્ધ છે.