world's first hydrogen-fueled 6-seater passenger plane flew from Britain
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: હાઈડ્રોજન ઈઁધણવાળું પહેલું વિમાન ઉડ્યું, દૂનિયાભરમાં પ્રદુષણમાં થશે ઘટાડો

Video: હાઈડ્રોજન ઈઁધણવાળું પહેલું વિમાન ઉડ્યું, દૂનિયાભરમાં પ્રદુષણમાં થશે ઘટાડો

 | 9:56 am IST

હાઈડ્રોજન ઈંધણથી ઉડનારા દુનિયાના પહેલા પેસેન્જર પ્લેને સોમવારે બ્રિટનમાંથી સફળ ટેકઓફ કર્યુ. 6 સીટ વાળા Piper M-ass પેસેન્જર વિમાને લંડનના ઉત્તરી વિસ્તારમાં લગભગ 50 માઈલનું અંતર નક્કી કરવા માટે ક્રેનફીલ્ડ એરપોર્ટથી ઉડાન ભરી. અહીં કંપનીની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સાઈટ છે. આ પહેલી તક હતી કે જ્યારે કોઈ વિમાને હાઈડ્રોજન ઈંધણની મદદથી ટેક ઑફ કરવાની સાથે શાનદાર લેન્ડિંગ પણ કર્યુ. આ વિમાનને વિમાનન ઉદ્યોગ માટે મોટી ક્રાંતિ તરીકે જોવામાં આવી રહ્યુ છે. વિશેષજ્ઞો અનુસાર આનાથી ના માત્ર વાયુ પ્રદૂષણમાં ઘટાડો થશે, પરંતુ જીવાશ્મ ઈંધણનો વિકલ્પ પણ મળી શકશે. આ વિમાનને બ્રિટિશ એરોસ્પેસ સ્ટાર્ટઅપ કંપનીએ ડિઝાઈન કર્યુ છે.

કંપની અનુસાર હાઈડ્રોજન ઈંધણથી ઉડનારા વિમાનનું આ પહેલું ઉદાહરણ છે. કંપનીના સીઈઓનું કહેવુ છે કે પહેલા પણ કંઈક આ પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યા હતા. જેમાં વિમાનોએ હાઈડ્રોજન ઈંધણનો ઉપયોગ કરીને પોતાની ઉડાનને પૂરી કરી છે. વ્યવસાયિક રીતે આ એક પેસેન્જર વિમાનની પહેલી ઉડાન છે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન