worlds-first-slimming-perfume-promises-to-help-you-lose-weight
  • Home
  • Featured
  • હવે પાતળા થવા શોધાયું દુનિયાનું પ્રથમ એવું પરફ્યુમ જેની સુંગધ માત્રથી…!!

હવે પાતળા થવા શોધાયું દુનિયાનું પ્રથમ એવું પરફ્યુમ જેની સુંગધ માત્રથી…!!

 | 12:07 pm IST

આજકાલની લાઈફસ્ટાઈલમાં સ્ત્રી અને પુરૂષો ફિટનેસ માટે જાગૃત થઈ ગયા છે. તમામ લોકોને ઈચ્છા હોય છે કે ઝીરો ફિગર કઈ રીતે કરી શરીરને ફિટ રાખી શકાય.

 જોકે કેટલાય ડાયટ અને કસરત તેમજ અનેક પ્રકારની એક્સરસાઈઝ કરવા છતાં જો તમે પાતળા ન થતા હો તો તમે પરફ્યૂમનો ઉપયોગ કરી શકો છો. જી હાં, તાજેતરમાં એક સંશોધન મુજબ જાણવા મળ્યું કે તમે નેચરલ પરફ્યૂમ લગાવીને શરીરની ચરબી ઉતારી શકો છો.

જો તમારે વધતી જતી ચરબી દૂર કરવી હોય તો વધુ મહેનત કરવાની જરૂર નથી. હવે તમારે સ્લીમ શરીર બનાવવા માટે માત્ર પરફ્યુમ લગાવવાની જ જરૂર પડશે.

આ પરફ્યુમની સુગંધ તમને પાતળા બનાવી દેશે. આ પરફ્યુમ બજારમાં આવતાની સાથે જ લોકોમાં ખૂબ લોકપ્રિય થઈ ગયું છે અને તેની માંગ વધી ગઈ છે.

તાજેતરમાં લોન્ચ થયેલા પરફ્યુમને ખરીદવા માટે 6 હજાર લોકો વેઈટિંગમાં છે. આ પરફ્યુમનું નામ ‘Prends Moi Perfume’ છે. આ પરફ્યુમની એક નાની બોટલની કિંમત રૂ. 29.99 પાઉન્ડ રાખવામાં આવી છે. આ પરફ્યુમ Aromatherapeutic અને Neurocosmetics અંગેના ઘણાં સંશોધન પછી તૈયાર કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન