World's Largest Cricket Stadium Built at Ahmedabad in Gujarat
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં નિર્માણાધિન વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, જાણો તેની વિશેષ સુવિધાઓ

અમદાવાદમાં નિર્માણાધિન વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, જાણો તેની વિશેષ સુવિધાઓ

 | 4:37 pm IST

અમદાવાદમાં મોટેરામાં નવા બની રહેલા સ્ટેડિયમની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મુલાકાત લીધી છે. તેમની સાથે જીસીએના વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી અને અમિત શાહના પુત્ર જય શાહ પણ સ્ટેડિયમની મુલાકાતે પહોંચ્યા હતા.

અંદાજે 700 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા અને મેલબોર્નથી પણ વિશાળ અને વધુ સુવિધાવાળા સ્ટેડિયમનું તેઓએ નિરીક્ષણ કર્યું હતું. મહત્વનું છે કે 2015માં જુના સ્ટેડિયમને તોડ્યાં બાદ અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

નવા બની રહેલા મોટેરા સ્ટેડિયની ક્ષમતા 1 લાખ 10 હજારની રહેશે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્નથી પણ વધુ ક્ષમતા હશે. વિશ્વના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું કામ પૂર્ણ થતા હજુ થોડો સમય લગાશે.

મોટેરાના નવા મેદાનમાં મોર્ડન ક્લબ હાઉસ પણ હશે. અને ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ હશે. આ સિવાય યુવા ખેલાડીઓને કોચિંગ આપવા માટે ઈનડોર ક્રિકેટ એકેડમીનું પણ નિર્માણ કરવામાં આવશે. અમદાવાદમાં ક્રિકેટનું આ મેદાન તૈયાર થયા બાદ અમદાવાદ અને ગુજરાત માટે નવું આકર્ષણનું સ્થળ બની રહેશે.