દુનિયાના સૌથી વધારે અબજોપતિઓ રહે છે આ શહેરમાં, અમેરિકાના ન્યૂયૉર્કને પછાડ્યું

ચીનની રાજધાની બેઇજિંગમાં દુનિયાના સૌથી વધુ અબજપતિઓ રહે છે. બિઝનેસ મેગેઝિન ફોર્બ્સની હાલમાં જ આવેલી અબજોપતિઓની યાદીમાં આ વાત સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે, ગત વર્ષે બેઇજિંગમાં 33 નવા અબજોપતિ જોડાયા. હવે બેઇજિંગે ન્યૂયૉર્કને પાછળ છોડી દીધું છે અને ચોથા સ્થાનથી પહેલા સ્થાને પહોંચી ગયું છે. આ યાદીમાં ગત વર્ષે ન્યૂયોર્ક પહેલા સ્થાને હતુ. ફોર્બ્સની યાદી પ્રમાણે, બેઇજિંગમાં અબજોપતિઓની સંખ્યા 100 થઈ ચુકી છે. તો ન્યૂયોર્કમાં અબજોપતિઓની સંખ્યા 99 પહોંચી ગઈ છે.
અબજોપતિઓવાળા ટોપ 10 શહેરોની યાદી
1. બેઇજિંગ
2. ન્યૂયોર્ક
3. હોંગકોંગ
4. મોસ્કો
5. શેન્જેન
6. શાંઘાઈ
7. લંડન
8. મુંબઈ
9. સૈન ફ્રાન્સિસ્કો
10. હાંગઝોઉ
ભારત 140 અબજોપતિઓ સાથે ત્રીજા સ્થાન પર
ફોર્બ્સ પ્રમાણે કોઈ પણ દેશની સરખામણીએ સૌથી વધારે અબજોપતિ અમેરિકા (724)માં છે. ત્યારબાદ 698 અબજોપતિઓની સાથે ચીન છે અને ભારત 140 અબજોપતિઓ સાથે ત્રીજા સ્થાન પર છે. ત્યારબાદ જર્મની અને રશિયાનું સ્થાન છે. દુનિયાના અબજોપતિઓની યાદીમાં એમેઝોનના સીઈઓ અને ફાઉન્ડર જેફ બેજોસ સતત ચોથા વર્ષે ટોપ પર છે. ફોર્બ્સે કહ્યું કે, બેજોસની શુદ્ધ સંપત્તિ 177 અબજ અમેરિકન ડૉલર છે, જે એક વર્ષ પહેલા 64 અબજ અમેરિકન ડૉલર હતી.
126.4 અબજ ડૉલર વધી એલન મસ્કની સંપત્તિ
આ યાદીમાં બીજા સ્થાન પર સ્પેસએક્સના સંસ્થાપક એલન મસ્ક છે. મસ્કની કુલ સંપત્તિ ગત વર્ષની સરખામણીએ 126.4 અબજ ડૉલર વધીને 151 અબજ ડૉલર થઈ ગઈ છે. ગત વર્ષે 24.6 અબજ ડૉલરની સાથે આ યાદીમાં તેઓ 31માં સ્થાને હતા.
આ વિડીયો પણ જુઓ: સોલા સિવિલમાં પ્લાન્ટ સર્જરી પર બ્રેક
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન