worlds most expensive mango taiyo no tamago which means egg of the sun
  • Home
  • Featured
  • PHOTOS: આ છે વિશ્વની સૌથી મોંઘી કેરી, ખરીદવામાં મોટા-મોટા અમીરોનો પણ પરવેસો છૂટી જાય

PHOTOS: આ છે વિશ્વની સૌથી મોંઘી કેરી, ખરીદવામાં મોટા-મોટા અમીરોનો પણ પરવેસો છૂટી જાય

 | 7:41 pm IST

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને આપણા ભારતમાં તો રાષ્ટ્રીય ફળનો દરજ્જો આપ્યો છે. અહીં અનેક જાતની કેરીઓ ઉગાડવામાં આવે છે અને વિશ્વની સૌથી વધારે કેરીઓ ભારતમાં જ ખાવામાં આવે છે, પરંતુ તમને ભાગ્યે જ ખબર હશે કે વિશ્વની સૌથી મોંઘી કિંમતની કેરી ભારતમાં નથી મળતી. એની કિંમત પણ એટલી મોંઘી છે કે અમીરોના ખિસ્સા પણ ખાલી થઈ જાય.

તાઈયો નો તામાગો (સૂર્યનું એક એગ) કેરીની એક જાત છે, તે જાપાનના મિયાઝાકી પ્રાંતમાં ઉગાડવામાં આવે છે અને જાપાનમાં વેચાય છે. અહીં, દર વર્ષે ઉગાડવામાં આવતી આ વિશેષ અને મોંઘી કેરીની પ્રથમ બોલી લગાવાય છે, જેમાં તેમના ભાવો આસમાને અડવાનું શરૂ કરે છે. આ કેરીની ખેતી અન્ય જાતોની જેમ કરવામાં નથી આવતી. પરંતુ તેની ખેતી ફક્ત ઓર્ડર પર જ કરવામાં આવે છે. આ કેરીની વિશેષતા એ છે કે તે અડધી લાલ અને અડધી પીળી હોય છે. જાપાનમાં તે ઉનાળા અને શિયાળાની વચ્ચે તૈયાર કરવામાં આવે છે. જેનાં કારણે તેનો ખર્ચ ઘણો થાય છે.

આ કેરીની એક જોડી એટલે કે બે કેરીની વર્ષ 2017માં બોલી લગાવાઈ હતી, જેમાં આ રેકોર્ડ 3600 ડોલર એટલે કે લગભગ બે લાખ 72 હજાર રૂપિયામાં વેચાઈ હતી. દરેક કેરીનું વજન 350 ગ્રામ હતું. આવી સ્થિતિમાં તમે વિચારી શકો છો કે જ્યારે માત્ર 700 ગ્રામ કેરીની કિંમત અઢી લાખ રૂપિયાથી વધુ છે, ત્યારે કિલો ખરીદવા માટે તમારે ત્રણ લાખ રૂપિયાથી વધુ ખર્ચવા પડશે.

આ કેરીનો ભાવ આટલો ઉંચો કેમ છે તેવો સવાલ થતો હશે. આ કેરીને ઉગાડવામાં ખૂબ કાળજી લેવી પડે છે. જાપાની ખેડુતો દરેક કેરીને એક નાની જાળ સાથે ઘેરી લે છે. ફળને ઝાડ પરથી નીચે આવવા દેતા જ નથી. જ્યારે કેરીઓ સંપૂર્ણ પણે પાકી જાય છે, ત્યારે તે પોતાની કેરીની જાળમાં આવી જાય છે અને ત્યાં જ અટકી જાય છે, જે પછી ઉંચા ભાવે વેચાય છે. આ કેરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને રસદાર હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન