'World's Most Important Strait Of Hormuz Escalating U.S.-Iran Conflict!
  • Home
  • Featured
  • ઇરાન આ રસ્તો બંધ કરશે તો અમેરિકાને ધોળા દિવસે તારા દેખાશે! દુનિયાભરમાં તેલ માટે થશે હાહાકાર

ઇરાન આ રસ્તો બંધ કરશે તો અમેરિકાને ધોળા દિવસે તારા દેખાશે! દુનિયાભરમાં તેલ માટે થશે હાહાકાર

 | 3:07 pm IST

ઇરાન અને અમેરિકાની વચ્ચે તણાવ વધતો રહ્યો છે. તાજેતરમાં જ સાઉદી અરબે પોતાના બે તેલ ટેન્કરોને નિશાન બનાવ્યાની વાત કહી છે. સંયુકત અરબ અમીરાતે પણ તેમના જહાજો પર હુમલા થયાનો દાવો કર્યો છે. સ્વાભાવિક છે કે બંને દેશોનો ઇશારો ઇરાનની તરફ છે. પરંતુ ઇરાન આ વાતને સતત નકારી રહ્યું છે. અમેરિકા અને ઇરાનની વચ્ચે આની પહેલાં પણ જયારે-જયારે તણાવ વધ્યો છે ત્યારે-ત્યારે ફારસની ખાડીમાં ગંભીર પરિણામ આવ્યું છે તેની અસર આખી દુનિયામાં જોવા મળી છે. ઇરાન પહેલેથી જ સતત ચેતવણી આપી રહ્યું છે કે અમેરિકાની સાથે સૈન્ય તણાવ વધ્યો તો તે દુનિયાના સૌથી મહત્વપૂર્ણ તેલ ધમની કહેવાતી હૉર્મૂજ જલડમરૂમધ્યને બંધ કરી દેશે.

આપને જણાવી દઇએ કે હૉર્મૂજ જલડમરૂમધ્ય પર ઇરાન વારંવાર એટલા માટે તેના પર દમ દેખાડી રહ્યું છે કારણ કે આ એવી જગ્યા છે જેની આખી દુનિયાના તેલ વેપાર પર અસર પડે છે. જો ઇરાન હૉર્મૂજ જલડમરૂમધ્ય બંધ કરી દે છે તો તેલ માટે દુનિયાભરમાં હાહાકાર મચી જશે. આવું એટલા માટે કહેવાય છે કે કારણ કે સાઉદી અરબ, ઇરાક, યુએઇ, કુવૈત, કતર અને ઇરાનની મોટાભાગની તેલની નિકાસ હૉર્મૂજ જલડમરૂમધ્ય દ્વારા થાય છે. અહીંથી કમ સે કમ દરરોજનું 15 મિલિયન બેરલ્સ તેલ સપ્લાય થાય છે અને જો આ બંધ થઇ જાય તો યુએસ, યુકે સહિતના કેટલાંય દેશોમાં તેલની અછત સર્જાશે. તેલના ભાવ વધશે. સાથો સાથ ખાડીના દેશોમાં સ્થિતિ વણસશે અને સંઘર્ષની સ્થિતિ ઉભી થશે.

જાણકારોનું કહેવું છે કે અમેરિકા અને ઇરાનની વચ્ચે ઉભી થયેલી સ્થિતિ એક બાજુ ખાડી યુદ્ધની તરફ ઇશારો કરી રહ્યું છે, જો આમ થયું તો ભારત અને ચીન માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે. કારણ કે ઇરાનથી તેલ આયાત પર અમેરિકા દ્વારા આપવામાં આવેલી છૂટ ખત્મ થવાના સંકટથી ભારત હજુ ઉગરી રહ્યું છે. સાથો સાથ તેમના ઉર્જા સુરક્ષાને લઇને વધુ એક પડકાર ઉભો થઇ ગયો છે.

જ્યારે ભારત-ચીન સહિત કેટલાંય દેશોના અર્થતંત્ર પર તેની અસર સુસ્ત પડતી દેખાઇ રહી છે. એવામાં વૈશ્વિક તેલ વેપારમાં કોઇપણ અડચણ વિશ્વ અર્થતંત્ર માટે હાનિકારક જ થશે. જાણકારોનું કહેવું છે કે 1980-1988માં ઇરાન-ઇરાક યુદ્ધના સમયે બંને દેશોએ એક બીજાના તેલ એક્સપોર્ટને નિશાન બનાવ્યું હતું. જેને મીડિયામાં ટેન્કર વોર નામ અપાયું હતું. એ સમયે પણ હોર્મૂજ જલડમરૂમધ્યથી તેલ વેપાર પર ઘણી અસર થઇ હતી.

ત્યારબાદ અમેરિકાએ બહરીનમાં યુએસ ફિફ્થ ફ્લીટ (યુદ્ધપોતોના બેડા)ને વેપારી જહાજોની સુરક્ષા માટે ફારસની ખાડીમાં ઉતાર્યું હતું. યુએસ ફિફ્થ ફ્લીટની જેમ જવાબદારી હતી કે હૉર્મૂજ જલડમરૂમધ્યમાં તેલના વેપારને સુચારી રીતે ચલાવે.

અમેરિકાની દખલગીરી બાદ ઇરાનના ન્યુક્લિઅર પ્રોગ્રામને શરૂ કરવાની કોશિષ કરી. પરંતુ આંતતરાષ્ટ્રીય દબાણ વધતા અમેરિકાએ તેના પર લગામ કસી દીધી. પછી 2015મા અમેરિકાએ ઇરાનની સાથે કરેલા પરમાણુ કરારને પોતાનાથી અલગ કરી દીધો હતો.

આ પરમાણુ કરાર 2015ની સાલમાં ઇરાન અને 6 વૈશ્વિક શક્તિઓની વચ્ચે થયો હતો. આ વૈશ્વિક શક્તિઓમાં અમેરિકા, બ્રિટન, ચીન , ફ્રાન્સ, જર્મની, રૂસ અને ઇરાન સામેલ હતા. આ પરમાણુ કરારની અંતર્ગત ઇરાન પર પરમાણુ કાર્યક્રમ બંધ કરવા પર પ્રતિબંધ હટાવાની વાત કહી હતી.

આ પરમાણુ કરાર તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમયે કરાયો હતો. પરંતુ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા તો તેમણે ઇરાનની સાથે પરમાણુ કરારથી અમેરિકાને અલગ કરી દીધું. સાથો સાથ અમેરિકાએ ઇરાન પર ફરીથી પ્રતિબંધ થોપી દીધો. આથી ઇરાન ભડકી ઉઠ્યો અને ફરીથી ન્યુક્લિઅર પ્રોગ્રામ શરૂ કરવાની વાત કહી. જો કે તેહરાન આ વાતથી ઇન્કાર કરતું રહ્યું છે.

2018મા અમેરિકા અને ઇરાનની વચ્ચે તણાવની અસર વધી ગઇ હતી ત્યારે પણ ઇરાનની તેલ નિકાસને શૂન્ય કરવાની અમેરિકાને ધમકી આપી હતી. ત્યારે પણ ઇરાને હોર્મૂજ જલડમરૂમધ્યમાં અડચણ ઉભી કરવાની વાત કહી હતી.

આ Video પણ જુઓ : અમદાવાદમાં ફાયર વિભાગ તપાસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન