દુનિયાના ધનકુબેરો પણ 'લુંટાયા' આ એક જ અઠવાડિયામાં ગુમાવ્યા અરબો રૂપિયા - Sandesh
NIFTY 10,984.70 -34.20  |  SENSEX 36,497.50 +-44.13  |  USD 68.5450 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • દુનિયાના ધનકુબેરો પણ ‘લુંટાયા’ આ એક જ અઠવાડિયામાં ગુમાવ્યા અરબો રૂપિયા

દુનિયાના ધનકુબેરો પણ ‘લુંટાયા’ આ એક જ અઠવાડિયામાં ગુમાવ્યા અરબો રૂપિયા

 | 10:07 am IST

દુનિયાનાં 500 સૌથી અમિર લોકોએ આ અઠવાડિયે લગભગ 83.4 અરબ રૂપિયા (128 અરબ ડોલર) ગુમાવ્યા છે. આ રકમ નેટફિલ્કસ અથવા મેકડોનાલ્ડ ગ્રુપનાં કુલ માર્કેટ કેપિટલાઇઝેશનનાં બરાબર છે. દુનિયાભરના બજારમાં આવેલ ગિરાવટનાં સૌથી મોટા કબજો લેનાર બર્કિશિયરનાં ચેરમેન વોરેન બફેટ બન્યા છે. સૌમવારનાં રોજથી બફેટની સંપત્તિમા લગભગ 243 અરબ રૂપિયા (3.74 અરબ ડોલર)નું નુક્શાન થઇ ચૂક્યુ છે.

સંપત્તિ ગુમાવનારમાં ફેસબુકના સીઇઓ માર્ક જુકરબર્ગ બીજા સ્થાને રહ્યા છે, જેમને ગત સોમવારથી શુક્રવાર દરમિયાન લગભગ 241 અરબ રૂપિયા (3.71 અરબ ડોલર)નો ઝટકો વાગ્યો છે. સોમવારનાં રોજ શેર માર્કેટ ખુલવાની સાથે જ ગુગલની પૈરંટ કંપની એલ્ફાબેટ ઇંકાં લૈરી પેજ અને સર્ગેઇ બિને ક્રમશ: લગભગ 202 અરબ રૂપિયા (3.1 અરબ ડોલર) અને લગભગ 195 અરબ રૂપિયા (3 અરબ ડોલર) ગુમાવી દીધા.

તેમના પછી સ્પેનનાં અમાંસિયો ઓર્ટેગાનો નંબર આવે છે, જેમની સંપત્તિ 162 અરબ રૂપિયા (2.5 અરબ ડોલર) ઘટી ગઇ, જ્યારે મેક્સિકોનાં કાર્લોસ સ્લિમને પણ લગભગ આટલી જ રકમનો ચૂનો લાગ્યો છે. ત્યાં જ ચીનની દિગ્ગજ હસ્તિઓને લગભગ 912 અરબ રૂપિયા (14 અરબ ડોલર)નો ઝટકો લાગ્યો છે.