વિશ્વનો સૌથી નાનો 4G સ્માર્ટફોન લૉંચ, પાણીની અંદર પણ થઈ શકે છે ફોટોગ્રાફી - Sandesh
  • Home
  • Technology
  • વિશ્વનો સૌથી નાનો 4G સ્માર્ટફોન લૉંચ, પાણીની અંદર પણ થઈ શકે છે ફોટોગ્રાફી

વિશ્વનો સૌથી નાનો 4G સ્માર્ટફોન લૉંચ, પાણીની અંદર પણ થઈ શકે છે ફોટોગ્રાફી

 | 1:20 pm IST

 

સ્માર્ટફોનની દુનિયામાં દિવસેને દિવસે ક્રાંતિ જોવા મળી રહી છે, ત્યારે અમેરિકાની એક કંપનીએ વિશ્વનો સૌથી નાનો 4G સ્માર્ટફોન લૉંચ કર્યો છે. જેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યુ છે. આ કંપનીનું નામ UNIHEARTZ છે અને સ્માર્ટફોનનું નામ UNIHEARTS ATOM છે. આ ફોનની ખાસિયતની વાત કરીએ તો આ ફોન પાણીના અંદર પણ ફોટોગ્રાફી થઈ શકે છે, કેમકે આ ફોન વોટર, ડસ્ટ અને શોકપ્રુફ છે. તેના માટે તેને IP68 રેટિંગ મળી છે. જ્યારે આ ફોનની કિંમતની વાત કરીએ તો ગ્લોબલ માર્કેટની કિંમત $219 એટલેકે 14,766 રૂપિયા અને ઓક્ટોબરથી તેનુ વેચાણ શરૂ થશે.

આવા છે ફીચર્સ
આ ફોન એન્ડ્રોઈડ ઓરિયો 8.1 પર કામ કરે છે અને તેમાં 16MP નો રિયર અને 8MP નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, 4G, USB ટાઈપ-સી, NFC, FM રેડિયો, 3.5MM નો હેડફોન જેક, બ્લૂટૂથ 4.1, WI-FI, GPS અને OTGનો સપોર્ટ છે.

આ ફોનમાં 2.45 ઈંચની ડિસ્પ્લે અને રિઝોલ્યુશન 432X240 પિક્સલ છે. આ ફોનમાં ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તેમાં 4GB રેમ અને સાથે 64GB સ્ટોરેજ આપવામાં આવી છે. આ ઉપરાંત આ ફોનમાં 2000mAh ની બેટરી અને ફિંગરપ્રિન્ટ સેન્સર છે.