ભારતમાં લોન્ચ થયો દુનિયાનો સૌથી નાનો ફોન, કિંમત છે ફક્ત આટલી - Sandesh
  • Home
  • Technology
  • ભારતમાં લોન્ચ થયો દુનિયાનો સૌથી નાનો ફોન, કિંમત છે ફક્ત આટલી

ભારતમાં લોન્ચ થયો દુનિયાનો સૌથી નાનો ફોન, કિંમત છે ફક્ત આટલી

 | 6:37 pm IST

ભારતમાં દુનિયાનો સૌથી નાનો મોબાઇલ લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન ઇલારી કંપનીનો છે. તે NanoPhone Cનું અપગ્રેડ વર્જન છે. આ ફોનને ઓનલાઇન Yerha.com પરથી ખરીદી શકાય છે. આ ફોનની કિંમત 2,999 રૂપિયા છે. તેને પ્લેટિનમ સિલ્વર, રોઝ ગોલ્ડ અને બ્લેક કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ નેનો ફોન Cના જૂના વર્જનને પણ આ વર્ષે લોન્ચ કર્યું હતું, જેની કિંમત 3,940 રૂપિયા રાખવામાં આવી હતી. નવા નેનો ફોન Cની ડિઝાઇન પણ જૂના મોડલને મળતી આવે છે. આ ફોનમાં બ્લૂટૂથ સપોર્ટ આપવામાં આવ્યું છે.

આ ફોનનું વજન માત્ર 30 ગ્રામ છે. જોકે કંપની આ ફોનમાં હજી પણ વધુ ફીચર્સ આપી શકી નથી, પરંતુ કંપનીનું કહેવું છે કે, આ ફીચર્સ તેના માટે પૂરતા છે. તેમાં બ્લૂટૂથ, કોલ રેકોર્ડર, કેલક્યુલેટર, 32GB સુધીનું માઇક્રોએસડી કાર્ડની સુવિધા આપવામાં આવી છે. આ ફોન માઇક્રો સિમ સપોર્ટ કરે છે. આ સિવાય ફોનમાં એન્ટરટેનમેન્ટ માટે MP3 પ્લેયર, FM રેડિયો અલાર્મ અને વોઇસ રેકોર્ડર આપવામાં આવ્યાં છે.

ફોનમાં લગભગ તમામ બેસિક ફીચર્સ ઉપલબ્ધ છે. ફોનમાં 1.0 ઇંચનું ટીએફટી ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ફોનમાં મીડિયા ટેક MT6261D પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 32 GBની રેમ આપવામાં આવી છે. આ સિવાય ફોનમાં 32MBની જ ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. ફોનને પાવર આપવા માટે તેમાં 280mAH બેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે કે, આ ફોનથી સતત ચાર કલાક સુધી વાત કરી શકાય છે. તેની બેટરી 4 દિવસ સુધી સ્ટેન્ડબાય બેકઅપ આપવામાં સક્ષમ છે.