worlds tallest building jeddah tower toller then burj khalifa saudi arabia
  • Home
  • Featured
  • બુર્જ ખલીફા ભૂલી જાઓ! 2020માં બની જશે દુનિયાની સૌથી મોટી ઈમારત, લાદેન સાથે સીધું કનેક્શન

બુર્જ ખલીફા ભૂલી જાઓ! 2020માં બની જશે દુનિયાની સૌથી મોટી ઈમારત, લાદેન સાથે સીધું કનેક્શન

 | 11:26 am IST

બધા જ લોકો નવા વર્ષની આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા છે. દર વખતની જેમ જ 2020માં પણ અનેક નવા કીર્તિમાન સ્થાપવા જઈ રહ્યા છે. 2020માં દુબઈનો બુર્જ ખલીફા દુનિયાની સૌથી ઉંચી ઈમારત નહીં રહે. આગલા વર્ષે એનું સ્થાન લેશે સાઉદી અરબનો જેદ્દા ટાવર. આ ટાવરનું નિર્માણ 2013માં જ શરૂ થઈ ગયું હતું. આ ટાવરને કિંગડમ ટાવર અને માઈલ-હાઈ ટાવરના નામથી પણ ઓળખવામાં આવે છે.

આ ટાવરની લંબાઈ 3300 ફૂટ હશે. જે કંપની આ ટાવરનું નિર્માણ કરી રહી છે એના અધ્યક્ષ સાઉદી પ્રિન્સ અલવલીદ બિન તલાલ પણ છે. એણે આ ટાવરની ઘોષણ 2011માં જ કરી દીધી હતી. આ ટાવર બુર્જ ખલીફા કરતાં લગભગ 600 ફૂટ ઉંચો હશે. આ ટાવરની ડિઝાઈન મશહુર વાસ્તુકાર એડ્રિયન સ્મિથ અને ગાર્ડન ગિલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. જોવા જેવી વાત એ છે કે બુર્જ ખલીફાની ડિઝાઈન પણ સ્મિથે જ કરી હતી.

આ ટાવરને એક આવાસ હોટલના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવશે. આ ટાવર 2,45,000 વર્ગ મીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલો હશે. જેમાં 200 રૂમ, ચાર સીઝન હોટલ, 121 સર્વિસ અપોર્ટમેન્ટ અને 360 આવાસીય એપાર્ટમેન્ટ સામેલ હશે.

જાણીને નવાઈ લાગશે પરંતુ આ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર સાઉદી બિન લાદેન ગૃપને વર્ષ 2014માં તેલ રાજસ્વની ઓછપના કારણે ભારી નુકશાન થયું હતું અને આ કંપનીની સ્થાપના 80 વર્ષ પહેલા આતંકી સંગઠન અલકાયદના પ્રમુખ ઓસામા બિન લાદેશના પિતાએ કરી હતી. તો જઓ જેદ્દા ટાવરના કેટલાક અદ્બૂત ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન