દુબઇની આ સોનાની હોટેલ જોઇને તમે પણ કહેશો 'વાહ' pics - Sandesh
  • Home
  • Photo Gallery
  • દુબઇની આ સોનાની હોટેલ જોઇને તમે પણ કહેશો ‘વાહ’ pics

દુબઇની આ સોનાની હોટેલ જોઇને તમે પણ કહેશો ‘વાહ’ pics

 | 7:24 pm IST

સંયુક્ત આરબ અમીરાતનું સૌથી ધનવાન સિટી દુબઇમાં સોમવારે દુનિયાની સૌથી ઊંચી હોટેલ મહેમાનો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ હોટેલના નિર્માણમાં સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 75 માળની હોટેલમાં 528 રૂમ છે. જેની કુલ ઊંચાઇ 356 મીટર છે. એટલે કે દુબઇએ ઊંચાઇમાં પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલાં પણ દુનિયાની સૌથી ઊંચી હોટેલ દુબઇમાં જ હતી જે વર્ષ 2013માં ખુલ્લી મૂકવામાં આવી હતી. જેની ઊંચાઇ 355 મીટર છે.

આ નવી તૈયાર થયેલી હોટેલનું નામ જેવોરા છે, જે શેખ જાયદ રોડ પર દુબઇ ઇન્ટરનેશનલ ફાયનાન્સિઅલ સેન્ટર નજીક બનાવવામાં આવી છે. આ હોટેલનું નિર્માણ અત્તર ગ્રૂપે કર્યુ હતું. હોટેલમાં 232 ડિલક્સ રૂમ, 265 બેડરૂમ અને 31 ડબલ બેડ રૂમ સ્યૂટ છે. હોટેલના 71મા માળે ફ્લોર સ્પા, પૂલ અને હેલ્થ કલબ છે. હોટેલમાં 5 રેસ્ટોરાં છે, હોટેલની અગાશી પર આવેલું રેસ્ટોરાં સૌથી ઊંચાઇ પર આવેલું રેસ્ટોરાં છે. જ્યાંથી સમગ્ર શહેરનો નજારો ટોચ પરથી નિહાળી શકાય છે.