માંડવી પંથકમાં દાડમ પર પીળી ફૂગ દેખાતાં ચિંતા - Sandesh
  • Home
  • Bhuj
  • માંડવી પંથકમાં દાડમ પર પીળી ફૂગ દેખાતાં ચિંતા

માંડવી પંથકમાં દાડમ પર પીળી ફૂગ દેખાતાં ચિંતા

 | 2:00 am IST

કચ્છમાં વરસાદની અનિયમિતતા તથા હંમેશની આસમાની આફત રહેતી જ હોય છે. ખેડૂતો તે સ્થિતિને પામી હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. તેમાં પણ કચ્છની દાડમની ખેતી તેના ફળ અને ગુણવત્તાના કારણે વિખ્યાત પણ થતી રહી છે, તેમા પણ માંડવી પંથકમાં થતાં દાડમના ઉત્પાદન અને ગુણવત્તાને લીધે કચ્છનું હબ બન્યું છે, પરંતુ કુદરત જાણે ખેડૂતોની સતત પરીક્ષા લેતી હોઈ તેમ મે-જૂનની સિઝનમાં પકડાવેલા દાડમ પર પીળી ફૂગ નામના રોગે દેખા દેતાં ૧,૪૪૭ હેક્ટરના ઉત્પાદન અંગે ખેડૂઓ ચિંતાતુર બન્યા છે.

પંથકમાં દાડમ પકડાવાની બે સિઝન છે. મે-જૂન અને ઓગસ્ટ-સપ્ટેમ્બર માસ. મે-જૂનમાં શરૃ થયેલી કામગીરીમાં ખેડૂતો દવાનો છંટકાવ તથા તેની માવજત અને છટિંગ કરતા હોય છે. જેનું ફળ ઓક્ટોબર માસમાં સંપૂર્ણ તૈયાર થાય છે. માંડવી પંથકમાં ૧,૪૪૭ હેક્ટરમાં દાડમની ખેતી થાય છે. બંને સિઝનનું અહીં કુલ ઉત્પાદન અંદાજે ૨૨,૮૩૩ ટન છે. હાલે એક તરફ ખેડૂઓ બીજી સિઝન માટે કામગીરીમાં જોતરાયા છે અને પ્રથમ મે-જૂનની સિઝનના ફળો વિકસિત થઈ રહ્યા છે. આવતા માસે ફળ ઉતારવાના છે તે પહેલાં જ તેમાં પીળી ફૂગ નામના રોગે દેખા દીધી છે.