Beauty Worrying if hair is breaking too much hair fall
  • Home
  • Fashion & Beauty
  • વધારે પ્રમાણમાં તૂટી રહ્યા છે વાળ તો ચેતી જજો, હોય શકે છે ચિંતાજનક

વધારે પ્રમાણમાં તૂટી રહ્યા છે વાળ તો ચેતી જજો, હોય શકે છે ચિંતાજનક

 | 10:02 am IST

ત્વચા, વાળ અને વજન ત્રણેય એવી વસ્તુઓ છે જેને લઇને લોકો સૌથી વધારે ચિંતા કરે છે. કારણકે આ ત્રણેય વસ્તુ આપણી પર્સનાલિટીનો સૌથી મહત્વનો ભાગ છે. રોજ સવારે તમે તમારા હેર બ્રશમાં રહેલા વાળ જોવો છે જેને જોઇને લાગે છે કે તમારા વાળ અનહેલ્ધી થઇ ગયા છે અને તેની વધારે કાળજી લેવાની જરૂર હોય છે. કેટલીક વખત તમે પણ આ વાત નોટિસ કરી હશે કે હેર બ્રશથી લઇને બાથરૂમ સુધી દરેક જગ્યાએ તમારા વળ પડેલા જોવા લાગે છે. જોકે, નિષ્ણાંત અનુસાર રોજ 50થી 100 વાળ તૂટવા બિલકુલ સામાન્ય છે. જેના માટે કોઇપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.

કેમ થાય છે નોર્મલ હેર ફ્લો

જ્યારે પણ વાળ ધુઓ છો તે સમય જે પણ વાળ સ્કેલ્પથી થોડાક કમજોરીથી જોડાયેલા હોય છે તે તૂટી જાય છે. હેરબ્રશ કે કાંસકાથી વાળ ઓળતા સમયે જે વાળ તૂટી જાય છે. તે પણ બિલકુલ સામાન્ય વાત છે. અલગ-અલગ હેર સ્ટાઇલ કરવાથી પણ ઘણી વખત વાળ તૂટવા લાગે છે. પ્રેગનેન્સી, પીરિયડ્સના સમયે પણ મહિલાઓને વાળ ખરવાની સમસ્યા થાય છે. આ દરેક કારણથી આખા દિવસમાં 50-100 વાળ તૂટવા લાગે છે. જે બિલકુલ નોર્મલ છે. જો તમારા રોજ આટલા વાળ તૂટતા હોય તો પરેશાન થવાની જરૂરત નથી.

વધારે વાળ તૂટવા ચિંતાજનક

જો તમારા વાળ એક સાથે ગૂંચડામાં તૂટી રહ્યા ઓછે અને તમારી સ્કેલ્પ પર બોલ્ડ પેચેજ દેખાઇ રહ્યા છે તો તે ચિંતાનું કારણ હોવું જોઇએ। આ રીતે વાઓળ ખરવા ક્યાંકને ક્યાંક સ્વાસ્થ્યથી જોડાયેલું કારણ હોય છે. તેના માટે તમારે ગંભીર થઇને વિચારવાની જરૂર છે. આ રીતે હેર ફોલ થવા કોઇપણ ગંભીર બીમારીની શરૂઆતના લક્ષણ હોય શકે છે. કેટલાક મામલામાં એવુ થાય છે કે સાથે સાથે શરીરના વાળ પણ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં ડોક્ટરથી સલાહ લેવી ખૂબ જરૂરી હોય છે. તે સિવાય મેડિકેશન, સ્ટ્રેસ અને મેન્ટલ હેલ્થના કારણે પણ વધારે પ્રમાણમાં વાળ તૂટવા લાગે છે. જેથી ડોક્ટરની સલાહ લેવી જોઇએ.