લક્ષ્મી પ્રાપ્ત કરવા શ્રાવણ માસમાં શિવલિંગ પર ચઢાવો ચોખા, જાણો અન્ય વિગતો - Sandesh
  • Home
  • Astrology
  • લક્ષ્મી પ્રાપ્ત કરવા શ્રાવણ માસમાં શિવલિંગ પર ચઢાવો ચોખા, જાણો અન્ય વિગતો

લક્ષ્મી પ્રાપ્ત કરવા શ્રાવણ માસમાં શિવલિંગ પર ચઢાવો ચોખા, જાણો અન્ય વિગતો

 | 4:00 pm IST

જે માસની શિવભક્તો આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે તે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ આવતી કાલ એટલે કે સોમવારથી થશે. શ્રાવણ માસનો પ્રથમ દિવસ પણ સોમવાર હોવાથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળશે. સવારના સમયથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટતી જોવા મળશે.

ભોળાનાથને પ્રસન્ન કરવા ભક્તો સામાન્ય રીતે તેમનો અભિષેક કરતાં હોય છે. તેમાં જળ, દૂધ જેવા દ્રવ્યોનો ઉપયોગ થતો હોય છે. જો કે શ્રાવણ માસમાં શિવજીનો અભિષેક કરવા ઉપરાંત તેમને ખાસ સામગ્રી ચઢાવવાથી પણ ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકાય છે. મોટાભાગે શિવભક્તો ભગવાન શંકરને બીલીપત્ર, ભસ્મ, ધતૂરા ધરાવતાં હોય છે. પરંતુ આ સિવાય શિવજીને અનાજ પણ ચઢાવી શકાય છે. આવતી કાલથી જ્યારે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો ત્યારે જાણી લો કઈ વસ્તુ શિવજીને ચઢાવવાથી કયુ ફળ પ્રાપ્ત થાય છે.

– લક્ષ્મી પ્રાપ્તિની ઈચ્છા હોય તો શંકર ભગવાનને ચોખા ચડાવવા જોઈએ.

– પાપનો નાશ કરવા માટે તલ ચડાવવા જોઈએ.

– સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે જવ ચડાવવા જોઈએ.

– સંતાન પ્રાપ્તિની ઈચ્છાપૂર્તિ માટે ઘઉં ચડાવવા જોઈએ.

– સુખ-શાંતિ માટે મગ ધરાવવા જોઈએ.