જુગાર અને અનૈતિક સંબંધ વ્યક્તિને કરે છે પાયમાલ, જાણો કયા કારણથી થાય છે આવું - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0425 +0.34
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • જુગાર અને અનૈતિક સંબંધ વ્યક્તિને કરે છે પાયમાલ, જાણો કયા કારણથી થાય છે આવું

જુગાર અને અનૈતિક સંબંધ વ્યક્તિને કરે છે પાયમાલ, જાણો કયા કારણથી થાય છે આવું

 | 3:03 pm IST

જ્યારે જીવનમાં બધું જ બરાબર ચાલતું હોય અને અચાનક જ એક પછી એક એમ અનેક સમસ્યાઓ તમને ઘેરી વળે છે. કરજનું પ્રમાણ વધી જાય છે, નોકરી-ધંધામાં સમસ્યાઓ આવે, પદોન્નતિની તક હાથમાંથી જતી રહે કે પછી નફો કરતાં ધંધામાં પણ નુકસાની થવા લાગે ત્યારે સમજી લેવું કે શનિનો પ્રકોપ તમારા પર વધી રહ્યો છે. આ સિવાય પણ એવા લક્ષણો છે જેના પરથી જાણી શકાય છે કે શનિનો પ્રભાવ વ્યક્તિ પર વધી રહ્યો છે. તો આજે જાણી લો આ લક્ષણો વિશે અને થઈ જાઓ સાવધાન.

– જુગાર કે સટ્ટાની આદત પડી જાય.
– વ્યક્તિને કોઈ પણ પ્રકારના નશાની લત લાગી જાય.
– ભાઈ-બહેનો વચ્ચે વિવાદ થાય, ઘરનું વિભાજન થાય ત્યારે સમજી લેવું કે શનિનો અશુભ પ્રભાવ તમારા પર છે.
– શનિનો પ્રકોપ વધે ત્યારે વ્યક્તિ અનૈતિક સંબંધ બાંધે છે.
– વાત વાત પર ખોટું બોલવાની આદત પડી જાય.
– માંસાહારની આદત
– જમીન, મકાન કે સંપત્તિ સંબંધિત સમસ્યા થવા લાગે ત્યારે સમજવું કે શનિનો પ્રકોપ વધી ગયો છે.