રોજ કરો તુલસીનો નામાષ્ટક પાઠ, ભોગવશો દોમ દોમ સાયબી

દરેક ઘરના આંગણામાં જોવા મળતી તુલસીને વિષ્ણુપ્રિયા પણ કહેવાય છે. તુલસીની પૂજાથી ખરાબ ગ્રહોનો પ્રભાવ દૂર થાય છે. ઉપરાંત ગૃહ ક્લેશ, વાસ્તુ દોષ પણ દૂર થાય છે. તુલસીનો છોડ જેટલો ફુલે-ફાલે છે તેટલી જ વધારે સુખ-શાંતિ ઘરમાં આવે છે. શાસ્ત્રોમાં પણ તુલસીના છોડની પૂજા રોજ કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. જો કે આ પૂજા ખાસ રીતે કરવામાં આવે તો તુરંત અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. આજે જાણી લો તમે પણ તુલસીની પૂજા કરવાની ખાસ રીત વિશે.
તુલસીને અલગ અલગ આઠ નામથી ઓળખવામાં આવે છે. આ આઠ નામ એટલે કે વૃંદાવની, વૃંદા, વિશ્વ પૂજિતા, વિશ્વ પાવની, પુષ્પસારા, નંદિની, કૃષ્ણ જીવની અને તુલસી. આ આઠ નામનું સ્મરણ કરી અને માતા તુલસીને પ્રણામ કરવામાં આવે તો પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. આ નામથી બનેલા નામાષ્ટકનો પાઠ કરવાથી જીવનમાં સુખ-શાંતિ વધે છે. જો કે આ નામાષ્ટકનો પાઠ નિયમિત રીતે કરવો જોઈએ.
નામાષ્ટક પાઠ
वृन्दा वृन्दावनी विश्वपूजिता विश्वपावनी, पुष्पसारा नन्दनीच तुलसी कृष्ण जीवनी।
एतभामाष्टक चैव स्तोत्रं नामर्थे संयुतम य: पठेत् तां च सम्पूज सौऽश्रमेघ फलंलमेता ।।
આ મંત્ર બોલવાની સાથે તુલસીને જળ ચડાવી તેની પૂજા કરવી તેમજ ઘીનો દીવો કરવો. આ રીતે રોજ પૂજા કરવાથી જન્મોજનમના પાપ પણ દૂર થઈ જાય છે. આ ઉપરાંત જ્યારે પણ તુલસીની પ્રદક્ષિણા કરવાની હોય ત્યારે “यानि कानि च पापानि जन्मान्तर कृतानि चतानि तानि प्रनष्यन्ति प्रदक्षिणायाम् पदे पदे ।” આ મંત્ર અચૂક બોલવો.