devi pujan during period is good or bad, lets discuss this
  • Home
  • Astrology
  • માસિક ધર્મ દરમિયાન નવરાત્રિ વ્રત પૂજન કરવું શુભ કે અશુભ ?

માસિક ધર્મ દરમિયાન નવરાત્રિ વ્રત પૂજન કરવું શુભ કે અશુભ ?

 | 7:43 pm IST

નવરાત્રિ નવ દિવસ સુધી ચાલતો લાંબો ધાર્મિક તહેવાર છે. આ પર્વ દરમિયાન ધ્યાન, સાધના, જપ અને પૂજન દ્વારા આત્મિક શક્તિઓને વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જ્યારે એક સ્ત્રી આ વ્રત કરતી હોય ત્યારે તેની સાથે એવી અધિક સંભાવનાઓ રહેલી હોય છે કે તે 28થી 32 દિવસોની સાયકલમાં આવતા માસિક ધર્મ આવવું સ્વાભાવિક છે. ત્યારે એ  સમય દરમિયાન પૂજા કે ઉપાસના સંભવ છે કે નહિં એ પ્રશ્ન  સામાન્ય રીતે ઉભો થાય છે. આ પ્રશ્નનો જવાબ જાણવા માટે પહેલા પૂજન અને ઉપાસના કેવા પ્રકારે કરો છો તે સમજવું પડે.

ધ્યાન  અને આહ્વાન એ સૂક્ષ્મ અને માનસિક હોય છે. તે સિવાયની પદ્ધતિઓ સ્થૂળ પદાર્થિય હોય છે. પણ પૂજામાં ભાવ મુખ્ય બાબત છે. ભાવ વિના પૂજનનો કોઈ અર્થ નથી. સ્થૂળ પૂજન અનેક પ્રકારે થતું હોય છે. પંચોપચાર, દશોપચાર, ,ષોડશોપચાર, દ્વાત્રશોપચાર, ચતુષષ્ટિ પચાર, વિગેરે … જેમાં પ્રભુની સૂક્ષ્મ ઉપસ્થિતિને માનીને સ્થાપન, સ્નાન, અર્ઘ્ય, વસ્ત્ર, શ્રૃંગાર, નૈવેદ્ય, સુગંધ, વિગેરે અર્પિત કરીને તેમનું અભિવાદન કરવામાં આવે છે. સ્તુતિ, પ્રાર્થના, નિવેદન, મંત્ર, ભજન અને આરતી દ્વારા તેમની આરાધનના કરીને કૃપાની કામના કરવામાં આવે છે. અહિં ભાવ મુખ્ય બાબત હોય છે એ ખાસ ધ્યાન રાખવું. જ્યાં દૈહિક નહિં પણ આત્મિક અને માનસિક સ્થિતિ હોય છે. જે પ્રભુમાં ડૂબેલી હોય છે.

અધ્યાત્મિક સ્વયંમાં જ પ્રભુનો વાસ છે. કર્મકાંડીય પૂજનમાં સૂક્ષ્મ અને સ્થૂળ બંને ઉપક્રમોને બરાબર સમાહિત કરવામાં આવેલું છે. હકીકતમાં તો માસિક ધર્મ વિશે વિચાર કરતાં પહેલાં એ વિચાર કરવો જોઈએ કે પૂજામાં કુદરતી રીતે થતી શારીરિક ક્રિયાઓનો છોછ છે કે નથી. શરીર અનેક શારીરિક ક્રિયાઓ કરે છે જો તેનો મળ- મૂત્ર, લેટ વગેરે જો તેનો છોછ ન હોય તો પછી માસિક ધર્મનો પણ છોછ ન જ હોવો જોઈએ.

જો કે પ્રાર્થના માનસિક રીતે થતી હોય તેમાં શરીર ધર્મ, માસિક ધર્મનો છોછ નથી. જો કે કર્મકાંડ માસિક ધર્મ દરમિયાન પ્રતિમાને સ્પર્શ, સ્થૂળ પ્રતિમાનું પૂજન કે મંદિર જવા જેવી બાબતો કરવા અંગે હકાર ભણતી નથી. જો તમે જાપ કે ભક્તિ કે ભજન  કે જે માનસિક ક્રિયાઓ છે તેમાં શું આપત્તિ હોઈ શકે. તેથી નિશ્રિત પણે માસિક ધર્મ દરમિયાન પણ મહિલાઓ માતાનું વ્રત. જપ, ઉપવાસ કરી શકે. આમછતાં માન્યતાઓને ધ્યાનમાં રાખીને સ્થૂળ પૂજાને અવગણવી જોઈએ. અલબત્ત જે સ્ત્રીઓ પૂર્ણ ચોખ્ખાઈ રાખતી હોય અને માનસિક રીતે પોતે માસિક ધર્મમાં હોવા અંગે તે અલિપ્ત રહેતી હોય તે ચોક્કસ પૂજા પણ કરી શકે. સ્થૂળ પૂજન એ એવી અવસ્થા જ્યારે તમારું પ્રભુમાં મન ન ચોંટતું હોય. જ્યારે તમે અભ્યાસ થકી મન પર કાબૂ મેળવી લીધો હોય અને વખતોવખત નિગ્રહ કરી શકતા હોય ઈચ્છો ત્યારે ધ્યાન, પૂજન, જપ, તપ કરી શકતાં હોય તેને કોઈ બંધન નડ઼તાં નથી.જ્યારે મન સાફ હોય આત્મા સાફ હોય ત્યારે ભક્તિ ક્યારેય અશુભ ફળ આપતી નથી.

ધાાર્મિક માન્યતા અનુસાર જો માસિક ધર્મમાં હોય અને પૂજામાં બેસવાનું હોય તો આગલા દિવસે ઉપવાસ ખેંચી કાઢવાનો.. પછી બીજે દિવસે વાંધો નહિં.. એવો તોડ છે.