લગ્નજીવનથી ઘવાયેલી, દુભાયેલી બે પાર્ટીઓની ચર્ચા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • લગ્નજીવનથી ઘવાયેલી, દુભાયેલી બે પાર્ટીઓની ચર્ચા

લગ્નજીવનથી ઘવાયેલી, દુભાયેલી બે પાર્ટીઓની ચર્ચા

 | 4:31 am IST
  • Share

અરસપરસ એકેડમી : રઈશ મણિયાર

ભવ્ય અને દિવ્યા એમનાં અલ્પ સમયના લગ્નજીવનના તાણાંવાણાં ખોલીને બેઠા હતા. બન્નેએ પોતપોતાની ફ્રિયાદો કહી દીધી હતી. જ્યારે આવું થાય ત્યારે નવપરિણીતનાં અંગત જીવનમાં પણ સમસ્યા આવે જ. મન ઊંચા હોય એટલે તનનો મેળ પણ રોમાંચક ન થાય. એમાં પણ અડચણો આવે.

બે ફ્રિયાદો ધરાવનારી પાર્ટીની સામસામે બેસાડી ચર્ચા કરવી સહેલી નથી. કાનાભાઈને ખ્યાલ હતો જ કે કોઠી ધોવાથી કાદવ નીકળે અને ભૂતકાળની કબરો ઊઘાડવાથી હાડપિંજર નીકળે!

બે ઘવાયેલી, દુભાયેલી પાર્ટીઓની ચર્ચા કરાવવામાં ખૂબ સાવધ રહેવું પડે. ઉભરો બહાર આવે એ જરૂરી છે. તાર તંગ થઈને તૂટી ન જાય એનું ધ્યાન રાખવું પડે. જો પૂરેપૂરી સાવચેતીથી કામ ન કરવામાં આવે તો ઘણીવાર ગૂંચ ખોલ્યા પછી દોરા જ હાથોમાં રહી જાય છે. ઓછી આવડત સાથે નવપરિણીતોના, લગ્નજીવનનાં પ્રોબ્લેમ્સ હેંડલ કરવા ન બેસાય.

કાનાભાઈએ ધીરે રહીને વાત શરૂ કરી. વારાફ્રતી બન્ને સામે જોઈને બોલતા રહ્યાં. જેથી બેમાંથી એકેયને એમ ન લાગે કે મારી જ ભૂલ છે. કાનાભાઈ એમનું ફ્ેવરિટ વાક્ય બોલ્યા, “હું માનું છું કે સંસાર સદીઓથી સ્ત્રીઓની કુરબાની પર ટકેલો છે. સ્ત્રીઓ પોતાનું ઘર, પોતાનો ઉછેર, પરિચિત પર્યાવરણ, હૂંફ્, ફવટ, સંબંધોના તાણાંવાણાં છોડીને, તોડીને, એક સાવ નવા અજાણ્યા ઘરે જાય છે. સાસરે જવું એ દીકરી માટે બીજો જન્મ છે. બીજો ઉછેર છે. બીજી ઈનિંગ છે.

દીકરીની અપેક્ષા તો એમ જ હોય કે જો આ મારો બીજો અવતાર હોય, બીજો જન્મ હોય, તો પહેલીવાર જે વ્હાલથી મને ઉછેરવામાં આવી, એ જ વ્હાલથી મને બીજીવાર પણ ઉછેરવામાં આવે. આ બીજીવારના ઉછેરમાં કંઈ એને લાડ લડાવવાની જરૂર નથી હોતી, પણ એને પોતીકું લાગે એવું વાતાવરણ ઊભું કરી એનો ડર દૂર કરવાનો હોય, એક ગુડવીલ ઊભી કરવાની હોય. ઘણાં ઘરોમાં આ કામ બહુ સારી રીતે કરવામાં આવે છે.

પણ અમુક ઘરોમાં આનો બિલકુલ ખ્યાલ રાખવામાં આવતો નથી. તેથી જ હું કહું છું, કે સંસાર સ્ત્રીઓની કુરબાની પર ટકેલો છે. આમ કહું છું ત્યારે એનો અર્થ બિલકુલ એવો નથી કે દરેક વખતે છોકરાવાળા જ વાંકમાં હોય છે. વાત માત્ર એટલી છે કે સમાજની રચના એવી છે કે અસાવધ હોઈએ તો શરૂઆત સ્ત્રીને અન્યાય થવાથી થાય છે.

પણ કેટલીકવાર સાવ ઊલટું બને છે. પિયરિયાઓ દીકરીને લગ્ન માટે બિલકુલ તૈયાર કરતાં નથી. લગ્ન માટે તૈયાર કરવાનો અર્થ એને રસોઈ શીખવવી કે એને ચૂપ રહેતા શીખવવું, એ નથી. લગ્ન માટેની માનસિક તૈયારી એટલે અમુક લિમિટેડ સેન્સમાં પરંપરાનો સ્વીકાર કરી એની અંદર પોતાનું સુખ શોધતાં શીખવું. સાસરિયામાં સેટ થયા પછી, એ બધું જ થઈ શકે જે પિયરિયામાં શક્ય હોય છે, પરંતુ કોઈ પણ નવા રિલેશનમાં ગુડવીલ ઊભી કરવી બહુ જરૂરી છે. ગુડવીલ ઊભી થયા પછી મુશ્કેલ લાગતું પરિવર્તન પણ બહુ સરળતાથી આવે છે. દીકરી પાસે બે વિકલ્પ હોય છે. પરણ્યાં પછી, પહેલાં ઉછેરને ભૂલીને આ નવા સંસારમાં હકારાત્મક રીતે મન પરોવવું કે વાતેવાતે આ નવા સંસારની જૂના સંસાર સાથે સરખામણી કરવી.

દીકરીના માતાપિતા (ઘણીવાર તો દીકરીની અક્ષમતાથી પરિચિત હોવાને કારણે) સાસરે ગયેલી દીકરી બાબતે સતત ચિંતામાં હોય છે, ફેન વગેરેથી સતત સપંક્ૅ માં રહે છે. આ સંપર્ક મેચ્યોર હોય, ગુડવીલ વધારનારો હોય, સંપર્ક માત્ર દીકરી સાથે નહીં પરંતુ જમાઈ અને વેવાઈઓ સાથે પણ હોય તો ઉત્તમ. પણ સામાન્ય રીતે એવું બનતું નથી. મા-દીકરી એકલા-એકલા કલાકો ગુસપુસ કરે છે. અને ફલતું બાબતોને મોટું સ્વરૂપ આપે છે.

આજકાલ એકની એક દીકરી હોય, માતાની જ નહીં પિતાની પણ ખૂબ લાડકી હોય, પિતાના મોહમાંથી ન છૂટી શકેલી દીકરી તો કેટલીકવાર પતિને પણ પ્રેમ કરવામાં અસમર્થ નીવડે છે. તેથી સમજદાર મા-બાપ, સ્િંાગલ ડોટર હોય તોય, એને ખોટાં લાડ લડાવવાને બદલે, ઢાંકપિછોડો કરવાને બદલે એને સામાજિક જવાબદારીઓ અને પડકારો ઉપાડવા માટે હિંમત અને આવડત કેળવવા પ્રેરે છે. ઘણીવાર લગ્ન પહેલાં, વ્યક્તિ તરીકેની આપણી ખામીઓ કે કમીઓ, (જેમ કે કોંફ્ડિન્સનો અભાવ) માતાપિતાનાં વ્હાલની ધારામાં ઢંકાઈ જાય છે, એ કમીઓનો એહસાસ લગ્ન પછી ઊભરીને બહાર આવે છે. દિવ્યા જેવી તમામ દીકરીઓએ એ ધ્યાન રાખવાનું છે, કે સમાજજીવન જીવવા માટે આપણે લગ્નનો ઓપ્શન સ્વીકારીએ કે તરત જ આપોઆપ પોતાના મા-બાપ સાથે અને સાસુ સસરા સાથે, બંનેે સાથે કેવી રીતે સંતુલિત સંબંધ કેળવી શકાય એમાં જ પોતાનું હિત છે. અહીંની વાત ત્યાં કરવાને બદલે, અહીં જ કરીને નિવેડો લાવવો જરૂરી છે.

સામે પક્ષે સાસરિયાઓએ પણ સમજવું જોઈએ કે આવનારી વહુ પરિવારની આગામી પેઢીઓની માતા છે. ઘરની કુળલક્ષ્મી છે. એને કરડી નજરથી તોલવાને બદલે, એને આવકારીએ તો કેવું? આજે જે દાદી છે કે આજે જે મા છે એ પણ એક સમયે વહુ જ હતી અને સમયની કસોટી પર કસાઈને મા અને દાદી બની છે. દીકરીના, સ્ત્રીજાતિનાં આ બલિદાનને સમજવામાં દીકરાઓના મા-બાપનો પનો ટૂંકો ન પડે, એવી પ્રાર્થના જ કરવાની રહે.

ભવ્ય જેવા તમામ પુરુષોની જવાબદારી એ છે કે પત્નીની ફ્રિયાદો સાંભળવી, એમને મોડીફય કરવી, નકામી ફ્રિયાદોનો અર્થ નથી એ સમજાવવું. સાચી ફ્રિયાદો પતિ હેંડલ નહીં કરે તો પત્ની પોતાની માતા પાસે જશે, અને પારિવારિક મુદ્દો વિસ્તરીને સામાજિક બનશે, એનો ખ્યાલ રાખવો. પોતાના માતાપિતાને, બહેનોને સારી રીતે, સારી ભાષામાં વાત કરી, અંકુશમાં રાખવા જેથી નવી આવેલી વ્યક્તિ જલ્દી સેટ થાય, કારકિર્દી કે કામને બહાને, કે કકળાટથી બચવાને માટે શાહમૃગની જેમ માથું છુપાવવાનો કોઈ અર્થ નથી.

લાંબી વાતના અંતે ઊંડો શ્વાસ લઈ કાનાભાઈએ ભવ્યને એની જવાબદારી સમજાવવા એક શાયરી કહી.

જે હતી દીકરી કદી, પત્ની બની, માતા થશે

ઉમ્રભર ઘરમાં જ સ્ત્રી રહેશે, છતાં યાત્રા થશે

મનદુરસ્તી ભાવિ યુગની તો જ સચવાશે અહીં

એક નારીને અગર સંસારમાં શાતા થશે? ?

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન