વાવ તાલુકાના ઢીમા પાસેની કેનાલમાં ગાબડું પડતાં જીરાનો પાક ધોવાયો

7

થરાદ, તા.૧૯

વાવ તાલુકાના ઢિમા ગામની સીમમાંથી પસાર થતી ઢિમા માઈનોર કેનાલમાં રવિવારની વહેલી સવારે ર૦ ફુંટનુ ગાબડંુ પડતાં કેનાલનુ પાણી વાવેતર કરેલ પાક કાપણી કરવાના આરે આવેલ ૩ એકર જીરાના પાકમાં પાણી ફરી વળતાં ખેડુતને મોટા પાયે નુકશાન થવા પામ્યુ હતુ ચાર માસથી જીવના જેમ સાચવેલ પાકમાં પાણી ફરા વળતાં મોઢે આવેલ કોળીયો છીનવાની દહેશતથી ખેડુતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો

વાવ તાલુકામાં બનાવેલી કેનાલોમાં મોટાપાયે ગેરરીતી આચરીતાં છાસવારે ગાબડાં પડવાના બનાવોથી ખેડુતોને નુંકશાન ભોગવી રહ્યા છે ત્યારે તેવી જ રીતે  ઢિમા ગામની સીમમાં આવેલા ભુંરાભાઈ માંનાભાઈ નામના ખેડુતના ખેતરમાંથી પસાર થતી ઢિમા માઈનોર કેનાલમાં રવિવારની વહેલી સવારે ર૦ ફુટનુ ગાબડું પડતાં કેનાલનુ પાણી વાવેતર કરેલ ભુંરાભાઈના ૩ એકર જીરાના પાકમાં ફરી વળતાં સમગ્ર પાક પાણીમાં ગરકાવ થતાં મોટા પાયે નુંકશાન થવા પામ્યુ હતુ

જે પાક હાલમાં પાકી ગયેલ હેાઈ કાપણીનો સમય આવી ગયો હતો જેથી પાક સડી જવાને આરે આવતા ખેડુતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો  ત્યારે આ અંગે નર્મદાના અધિકારીને પુછતા જણાવ્યું હતુ કે ખેડુતોએ કેનાલમાં આડસો મુકી હોવાથી કેનાલ ઓવરફ્લો થવાથી ગાબડું પડયુ છે જે તાત્કાલિક રીપેર કરી દેવાશેનું તંત્રએ જણાવ્યું હતું. પરંતુ છાસવારે પડતા ગાબડાથી ભારે રોષ પ્રવરતી રહ્યો છે.