ખુશખબરી: માર્ચમાં થોક મોંઘવારી ઘટી, ખવા-પીવાની વસ્તુઓના ભાવ ઘટ્યા - Sandesh
NIFTY 10,974.00 +37.15  |  SENSEX 36,394.12 +70.35  |  USD 68.3300 -0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ખુશખબરી: માર્ચમાં થોક મોંઘવારી ઘટી, ખવા-પીવાની વસ્તુઓના ભાવ ઘટ્યા

ખુશખબરી: માર્ચમાં થોક મોંઘવારી ઘટી, ખવા-પીવાની વસ્તુઓના ભાવ ઘટ્યા

 | 5:45 pm IST

ખાદ્ય ચીજવસ્તુઓ ખાસ કરીને કઠોળ અને શાકભાજી સસ્તાં થવાને પરિણામે માર્ચમાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો માર્ચમાં સહેજ ઘટીને 2.47 ટકા થયો હતો. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) આધારિત ફુગાવો ફેબ્રુઆરીમાં 2.48 ટકા હતો અને ગયા વર્ષે માર્ચમાં 5.11 ટકા હતો.

સરકારે આજે જારી કરેલા આંકડાઓ અનુસાર માર્ચમાં ખાદ્ય ચીજવસ્તુઓનું ડિફ્લેશન 0.29 ટકા હતું જે સામે ફેબ્રુઆરીમાં ફુગાવો 0.88 ટકા હતો. માર્ચમાં શાકભાજીમાં 2.70 ટકા, કઠોળમાં 20.58 ટકા અને ઘઉંમાં 1.19 ટકા ડિફ્લેશન હતું.

બળતણ અને ઊર્ર્જા ક્ષેત્રે માર્ચમાં ફુગાવો વધીને 4.70 ટકા થયો હતો જે ફેબ્રુઆરીમાં 3.81 ટકા હતો. જાન્યુઆરીમાં ફુગાવાનો આંકડો સુધારીને 3.02 ટકા મૂકવામાં આવ્યો હતો જે અગાઉ 2.84 ટકા અંદાજવામાં આવ્યો હતો.

રિટેલ ફુગાવાના ગયા સપ્તાહે જારી કરાયેલા આંકડા અનુસાર રિટેલ ફુગાવો માર્ચમાં 4.28 ટકા હતો. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને પરિણામે આ સ્થિતિ સર્જાઇ હતી. વર્તમાન મહિનાની શરૂઆતમાં ફુગાવા પ્રત્યે ચિંતા દર્શાવી રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની બેઠકમાં વ્યાજ દર જાળવી રાખવામાં આવ્યો હતો.