wholesale price based inflation surges December prices of food items
  • Home
  • Business
  • મોદી સરકારને વધુ એક ઝાટકો, હવે જથ્થાબંધ મોંઘવારી આસમાને

મોદી સરકારને વધુ એક ઝાટકો, હવે જથ્થાબંધ મોંઘવારી આસમાને

 | 3:11 pm IST

કેન્દ્રની મોદી સરકારને મોંઘવારીના મોર્ચે વધુ એક ફટકો મળ્યો છે. મંગળવારે રજૂ થયેલા આંકડાઓ અનુસાર ડિસેમ્બર મહીનામાં જથ્થાબંધ મોઘવારી દર 2.59 ટકાએ પહોંચ્યો છે. એક મહિના પહેલા નવેમ્બરમાં 0.58 ટકા હતી. જ્યારે એક વર્ષ પહેલા ડિસેમ્બર 2018માં મોઘવારી દરનો આંકડો 3.46 ટકાએ પહોંચ્યો હતો.

આંકડાઓ અનુસાર ડિસેમ્બરમાં ખાદ્ય પદોર્થોમાં મોંઘવારી દર 11.05 ટકા રહ્યો, જે નવેમ્બરમાં 9.02 ટકા હતો. પ્રાઈમરી આર્ટિકલ ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં 11.46 રહી આ રીતે જથ્થાબંધ મોઘવારીમાં ઘટાડો થયો.

જથ્થાબંધ મોઘવારી દરના આંકડાઓ એવા સમયે આવ્યા જ્યારે મોંઘવારી 5 વર્ષના સર્વોતમ સ્તર પર હોય. ગયા સોમવારે જાહેર થયેલા આંકડાઓ અનુસાર મોંઘવારી વધીને 7.35 ટકા પર પહોંચી ગઈ હતી.

શું થશે અસર?
મોંઘવારીના આંકડાઓ વધવાનો મતલબ છે કે RBI આગામી મૌદ્રિક નીતિની સમીક્ષા બેઠકમાં રેપો રેટને એક વખત ફરીથી સ્થિર રાખી શકે છે. જો આવુ થયુ તો સતત બીજી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર નહી થાય. રેપો રેટ સ્થિર રહેવાનો મતલબ એ થયો કે બેન્કોનો વ્યાજ દર ઓછો થાય તેવી શક્યતા છે.

સ્વાભાવિક છે કે વ્યાજમાં કાપ મુકવાની સ્થિતિમાં લોન સસ્તી નહી મળે, આપને જણાવી દઈએ કે RBI રેપો રેટ કાપ કરે તેના પર મોંઘવારી દર નક્કી થાય છે.

આ વીડિયો જુઓ: નહોંતા ખાવાના પૈસા, આજે લંડનમાં કરોડપતિ છે આ બે યુવાનો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન