Wrangling in Maharashtra Govt Uddhav Thackeray took this step despite NCP Chief Sharad Pawars Opposition
  • Home
  • Featured
  • મહારાષ્ટ્ર સરકારમાં ઉભી ફાડ! શરદ પવારની ઉપરવટ જઈCM ઉદ્ધવ ઠાકરેએ લીધો આ નિર્ણય

મહારાષ્ટ્ર સરકારમાં ઉભી ફાડ! શરદ પવારની ઉપરવટ જઈCM ઉદ્ધવ ઠાકરેએ લીધો આ નિર્ણય

 | 11:31 pm IST

મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં શામેલ ત્રણેય પાર્ટીઓ વચ્ચે વૈચારીક સામંજસ્ય સ્પષ્ટ રીતે ઉડીને આંખે વળગે છે. શિવસેનાના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એવુ પગલુ ભર્યું છે જેનો શિવસેનાના સહયોગી પક્ષ એનસીપી અધ્યક્ષ શરદ પવારે ભારે જોરશોરથી વિરોધ કર્યો હતો.

ગત મહિને મહારાષ્ટ્ર સરકારે ભીમા કોરેગાંવ હિંસાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ને સોંપવાનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેની મંજુરી આપી દીધી છે. મહારાષ્ટ્ર સરકારના આ નિર્નયને એનસીપી પ્રમુખ શરદ પવારે ખોટું ગણાવ્યું છે. 

એનસીપી પ્રમુખ શરદ પવારે ગત મહિને આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકારે સત્ય ઉજાગર થવાના ડરથી ભીમા-કોરેગાંવ હિંસા કેસની તપાસ એનઆઈએને સોંપી છે. અન્યાય વિરૂદ્ધ બોલવું નક્સલવાદ નથી. મારા મતે સરકારને ડર છે કે તેનો ભાંડો ફૂટી જશે. માટે જ આ કેસ એનઆઈએને સોંપવામાં આવ્યો હતો. પવારે એલ્ગાર પરિષદ કેસમાં કાર્યકર્તાઓ વિરૂદ્ધ પુણે પોલીસની કાર્યવાહીની તપાસ કરાવવા માટે સેવાનિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરવાની માંગણી કરી હતી.

ગત મહિને પવાર તરફથી ભીમા કોરેગાંવ કેસની તપાસને લઈને ઉભા થઈ રહેલા સવાલ બાદ મહારાષ્ટ્ર સરકારે આ મામલે રિવ્યૂ બેઠક બોલાવી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારે આ કેસની તપાસ એનઆઈએને સોંપી દીધી હતી. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે આક કેન્દ્રના આ પગલાને અયોગ્ય ગણાવી તેના વિરૂધ કોર્ટમાં જવાની વાત કરી હતી.

જોકે હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તરફથી ભીમા કોરેગાંવ કેસની તપાસ એનઆઈએને સોંપવાની મંજૂરી આપી દીધી છે. આ પગલાથી શરદ પવાર ભારોભાર નારાજ જણાઈ રહ્યા છે. આ મામલે ગૃહમંત્રી અનિલ દેશમુખે નારાજ સ્વરે કહ્યું હતું કે, આખરે અંતિમ નિર્ણય તો મુખ્યમંત્રીનો જ હોય છે.

આમ સાથી પક્ષો વચ્ચે જ આ પ્રકારના સુમેળભર્યા નિર્ણયથી મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં ઓલ ઈઝ નોટ વેલ હોવાનું માનવામાં આવે છે.

આ વીડિયો પણ જુઓ : દિલ્હીને કેજરીવાલ કેમ પસંદ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન