Wriddhiman Saha Becomes 5th Wicket keeper with 100 Dismissals
  • Home
  • Sports
  • Cricket
  • ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટ મેચમાં વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ બનાવ્યો આ રેકોર્ડ

ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટ મેચમાં વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ બનાવ્યો આ રેકોર્ડ

 | 4:33 pm IST

ભારતની પહેલી ઐતિહાસકિ ડે-નાઈટ ટેસ્ટ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે. આ મેચને જોવા માટે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, બંગાળના સીએમ મમતા બેનર્જી સહિત અનેક પૂર્વ ક્રિકેટર હાજર રહ્યા હતા. મમતા બેનર્જીએ બેલ વગાડીને મેચની શરૂઆત કરાવી હતી. પહેલા દિવસે સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું.

ભારતની પહેલી ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટ મેચમાં સાહાએ કમાલનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રિદ્ધિમાન સાહાએ આ ટેસ્ટની પહેલી ઈનિંગમાં ઈશાંતના બોલ પર મહમુદુલ્લાહનો શાનદાર કેચ ઝડપ્યો હતો. આ ઉપરાંત તેણે ઉમેશ યાદવના બોલ પર શાદમાન ઈસ્લામનો પણ અદભૂત કેટ પક્ડ્યો હતો. આ બે કેચની મદદથી સાહાએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના નામે 100 વિકેટ પૂરી કરી લીધી છે.

રિદ્ધિમાન સાહા હવે ટેસ્ટ ક્રિકેટમાં વિકેટની પાછળ 100 શિકાર કરનાર ભારતનો પાંચમો વિકેટકીપર બની ગયો છે. સાહાની પહેલાં ચાર વિકેટકીપર આ કમાલ કરી ચૂક્યા છે. ભારત તરફથી ટેસ્ટમાં વિકેટની પાછળ સૌથી વધારે શિકાર કરવામાં મહેન્દ્રસિંહ ધોની છે, જેણે 294 બેટ્સમેનોને આઉટ કર્યા છે. સૈયદ કિરવાની 198 વિકેટની સાથે બીજા સ્થાને છે. તો 130 વિકેટ સાથે કિરણ મોરે ત્રીજા સ્થાને અને 107 વિકેટ સાથે નયન મોંગિયા ચોથા સ્થાને છે. તો હવે આ લિસ્ટમાં પાંચમા સ્થાને રિદ્ધિમાન સાહાનું નામ જોડાઈ ગયું છે.

આ વીડિયો પણ જુઓઃ

સુરતમાં BRTS હવે યમદૂત સમાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન