લખપતના લલાટે 'અછતગ્રસ્ત' લખી આપો ઃ પ્રદ્યુમનસિંહ જાડેજા - Sandesh
  • Home
  • Bhuj
  • લખપતના લલાટે ‘અછતગ્રસ્ત’ લખી આપો ઃ પ્રદ્યુમનસિંહ જાડેજા

લખપતના લલાટે ‘અછતગ્રસ્ત’ લખી આપો ઃ પ્રદ્યુમનસિંહ જાડેજા

 | 2:00 am IST

અબડાસા વિધાનસભા મત વિસ્તારના લખપત તાલુકા પાસે આજે પણ તેના ભવ્ય ભૂતકાળ સિવાય કશું જ નથી. મુખ્યત્વે ખેતી, પશુપાલન અને મજૂરી વ્યવસાય સાથે સંકળાયેલા અતિ પછાત એવા સરહદીય તાલુકામાં મેઘકૃપા થઈ જ નથી. જેની સીધી અસર ૧,૭૧,૭૯૩ નાના મોટા દુધાળા પશુધન પર થઈ છે. દુષ્કાળ માંેઢું ફાડીને ઊભો છે. તાલુકાના અડધો અડધ વિસ્તારમાં ચોપા માટે પીવાના પાણીની સમસ્યા તો છે જ સાથો સાથ ઘાસચારાની પણ સમસ્યા વિકટ બની છે. પશુપાલકોની હિજરત શરૃ થઈ ગઈ છે. અહીં કોઈ એવા ઉદ્યોગો નથી કે સ્થાનિકોને તેઓ રોજગારી આપે, ત્યારે અહીંના પશુધનની શું હાલત છે તેના પર એક નજર કરીએ. ચોમાસું નબળું જતાં પશુધનની હાલત કફોડી બની ગઈ છે. પશુઓને બચાવવા માટે માલધારીઓ જ્યાં જ્યાં ઘાસ માટ વલખાં મારી રહ્યા છે તેવામાં સરકાર દ્વારા અપાતંુ ઘાસ અપૂરતું હોવાના કારણે માલધારીઓ ઉપર આફતના ઓળા ઉતરી આવ્યા છે. છેવાડાના આ તાલુકાને કાં તો કુદરતનો અથવા તો સરકારનો સહારો મળે તો જ આ તાલુકાની મુસીબત કંઈક અંશે હળવી બને, પરંતુ હાલમાં તો કુદરત રૃઠી છે અને સરકાર દ્વારા અપૂરતું ઘાસ આપવામાં આવે છે. ત્યારે અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા દ્વારા આ વિસ્તાર માટે અછત જાહેર કરી ખાસ અલગ પેકેજની માાણી કરવામાં આવી છે તેમજ તાકીદે રાહતકાર્યાે શરૃ કરવાની પણ માગ કરાઈ છે.