Writer Aatish Taseer Stands To Lose OCI Card
  • Home
  • Featured
  • લેખક આતિશ તાસીરનું OCI કાર્ડ કેમ ભારત સરકારે કરી દીધું રદ્દ, નીકળ્યું પાકિસ્તાની કનેકશન

લેખક આતિશ તાસીરનું OCI કાર્ડ કેમ ભારત સરકારે કરી દીધું રદ્દ, નીકળ્યું પાકિસ્તાની કનેકશન

 | 8:38 am IST

બ્રિટનમાં જન્મેલા લેખક આતિશ તાસીરનું ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયાનું કાર્ડ પાછું લઇ લીધું છે. ગુરૂવારના રોજ ગૃહમંત્રાલયની તરફથી નિવેદનમાં કહેવાયું કે તેમણે પોતાના પિતા પાકિસ્તાની મૂળના હોવાની વાત છુપાવી હતી. તેના લીધે તેમના કાર્ડને કેન્સલ કરાયું છે. ગૃહમંત્રાલયના નિવેદન પહેલાં જ એવો રિપોર્ટ્સ આવ્યો હતો કે ટાઇમ મેગેઝીનમાં પીએમ નરેન્દ્ર મોદીની આલોચનાવાળો લેખ લખ્યા બાદથી તાસીર પાસેથી ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયાનો દરર્જો છીનવાય શકે છે.

જો કે મંત્રાલયે પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરી કે આ નિર્ણયની આતીશ તાસીરના ટાઇમ મેગેઝીનમાં છપાયેલા લેખ સાથે કોઇ લેવા-દેવા નથી. આ વર્ષે મે મહિનામાં તાસીરે અમેરિકન મેગેઝીનમાં પીએમ મોદીને ‘ડિવાઇડર ઇન ચીફ’ ગણાવતા લેખ લખ્યો હતો. આ મેગેઝીનમાં પીએમ મોદીને ‘યુનિફાયર’ ગણાવતા પણ એક લેખ છપાયો હતો.

આતિશના પિતા સલમાન તાસીરની બોડીગાર્ડે કરી હતી હત્યા

આપને જણાવી દઇએ કે આતિશ તાસીરના પિતા સલમાન તાસીર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગવર્નર હતા. ઇશનિંદાના કેસના આરોપી એક ઇસાઇ મહિલાનો બચાવ કરવાથી નારાજ તેમના જ સુરક્ષાકર્મીએ 2011મા તેમની ગોળી મારી હત્યા કરી દીધી હતી. તાસીરના માતા ભારતીય કટારલેખક તવલીન સિંહ છે.

પિતા અને માતા અંગે લખ્યુ હતુ પુસ્તક

તાસીરે ‘સ્ટ્રેંજર ટુ હિસ્ટ્રી’ નામથી 2007મા એક પુસ્તક લખ્યું હતું, જેમાં તેમણે પિતા અંગે લખ્યુ છે અને કહ્યું કે કેવી રીતે તેમની માતાએ એકલા હાથે તેમનું પાલન-પોષણ કર્યું. તાસીરનો ઓસીઆઈ દરજ્જો પાછો ખેંચ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો બનતો દેખાયો. જો કે હોમ મિનિસ્ટ્રીએ સ્પષ્ટતા કરી કે તાસીરને જવાબ આપવાની તક આપી હતી.

તાસીરે છુપાવી હતી પિતાના પાકિસ્તાની મૂળની માહિતી: ગૃહ મંત્રાલય

આતીશ તાસીરના કાર્ડને રદ્દ કરવાની પાછળ આર્ટિકલને કારણ બતાવનાર રિપોર્ટ્સને નકારતા ગૃહમંત્રાલયે કહ્યું કે એવું કશુ જ નથી. મંત્રાલયે કહ્યું કે તાસીરે પોતાની પીઆઈઓ એપ્લિકેશનમાં એ માહિતી છુપાવી હતી કે તેમના દિવંગત પિતા પાકિસ્તાની મૂળના હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન