Wrong Thing happened with 12 years old girl in Surat
  • Home
  • Featured
  • સુરત: મોડલ બનવા માટે કિશોરી ઘરેથી ભાગી, પરંતુ પ્રેમીએ મિત્રો સાથે મળી પીંખી નાંખી

સુરત: મોડલ બનવા માટે કિશોરી ઘરેથી ભાગી, પરંતુ પ્રેમીએ મિત્રો સાથે મળી પીંખી નાંખી

 | 9:50 am IST

ભારત વૈશ્વિક સ્તરે ભલે વિકાસશીલ દેશોમાં સૌથી આગળ છે. પરંતુ વાસ્તવિક રીતે જોવા જઈએ તો હાલ પણ દેશમાં કેટલીક ગંભીર સમસ્યાઓ છે જેનો ઉકેલ હાલ પણ આવ્યો નથી. આ સમસ્યાઓમાંથી એક છે મહિલાઓની સુરક્ષા. સામાન્ય જીવનમાં આપણે સતત મહિલાઓ સાથે અત્યાચાર અથવા તેમની સાથે દુષ્કર્મ થયા હોવાની ઘટનાઓ વિશે સાંભળતા હોઈએ છે. ત્યારે તાજેતરમાં એવી જ એક ઘટના સુરતના લિંબાયતમાં બની છે. જ્યાં એક માત્ર 12 વર્ષની માસૂમ કિશોરી સાથે ગેંગરેપ થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ બે મિત્રો સાથે રીક્ષા ચાલક દ્વારા કિશોરીનો ગેંગરેપ કરવામાં આવ્યો છે. સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં 12 વર્ષની કિશોરી સાથે ગેંગરેપ થયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ કિશોરી મોડલ બનવા માટે ઘરેથી ભાગી હતી. પરંતુ આ દરમિયાન એક રીક્ષા ચાલકે તેના બે મિત્રો સાથે કિશોર પર દુષ્કર્મ આચર્યું હતું. આ ત્રણે આરોપીઓમાં એક યુવક કિશોરીનો પ્રેમી હોવાનું તપાસમાં ઉજાગર થયું છે.

જોકે ઘટનાની ફરિયાદ લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે કિશોરી અને તેના પરિવારજનોનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી હતી. તપાસમાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. ત્યાર બાદ આ ત્રણ આરોપીઓમાંથી એક યુવક કિશોરીનો પ્રેમી હોવાની સામે આવ્યું. જોકે હવે પોલીસ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરશે.

આ વીડિયો પણ  જુઓ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના નિવેદનથી રાજકીય બબાલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન