WTO Postpones Geneva Ministerial Meeting Over Coronavirus
  • Home
  • Corona
  • એમિક્રોનથી દુનિયા આખીમાં ફફડાટ, WTOએ કોન્ફરન્સ રદ્દ કરી, ભારતમાં શું સ્થિતિ?

એમિક્રોનથી દુનિયા આખીમાં ફફડાટ, WTOએ કોન્ફરન્સ રદ્દ કરી, ભારતમાં શું સ્થિતિ?

 | 12:48 pm IST
  • Share

  • ભારતમાં નવા વેરિએન્ટનો એક પણ કેસ નથી

  • કોરોનાના આ નવા વેરિઅન્ટની અસર WTOની મિનિસ્ટ્રિયલ કોન્ફરન્સ પર પડી

  • કોરોનાના નવા વેરિઅન્ટને WHO એ ઓમીક્રોન નામ આપ્યું

રંગ બદલવામાં માહેર કોરોનાનો હવે નવો વેરિઅન્ટ સામે આવ્યો છે. કોરોનાના નવા વેરિઅન્ટને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ઓમીક્રોન નામ આપ્યું છે. કોરોનાના આ નવા વેરિઅન્ટે દુનિયાને ટેન્શનમાં મૂકી દીધી છે. કોરોનાના આ નવા વેરિઅન્ટની અસર વિશ્વ વેપાર સંગઠન (WTO)ની મિનિસ્ટ્રિયલ કોન્ફરન્સ પર પણ પડી છે.

કોરોનાની તાજેતરની સ્થિતિને જોતા WTOએ મિનિસ્ટ્રિયલ કોન્ફરન્સને રદ કરવાની જાહેરાત કરી છે. WTOની તરફથી નિવેદન રજૂ કરીને આ જાહેરાત કરાઇ છે. મળતી માહિતી પ્રમાણે WTOની જનરલ કાઉન્સિલમાં 26 નવેમ્બરના રોજ મિનિસ્ટ્રિયલ કોન્ફરન્સને લઇ ચર્ચા કરી ત્યારબાદ તેને રદ્દ કરવાનો નિર્ણય લીધો.

WTOની તરફથી કહેવામાં આવ્યું છે કે કોરોનાના લીધે ગંભીર સ્થિતિને જોતા આ કોન્ફરન્સ ટાળવાનો નિર્ણય લીધો છે. મંજૂરી મળતા જ અમે આ કોન્ફરન્સ આયોજીત કરીશું. મહામારીના લીધે સખ્ત યાત્રા પર પ્રતિબંધ લાગૂ છે તેના લીધે કેટલાંય મંત્રીઓને જીનેવા પહોંચતા રોકવાની આશંકા હતી. એવામાં આ કોન્ફરન્સનું આયોજન ના કરવાનો નિર્ણય કરાયો.

ઉલ્લેખનીય છે કે કોરોનાના નવા વેરિઅન્ટના લીધે ઉભી થયેલી સ્થિતિમાં કેટલાંય દેશોએ સખ્ત યાત્રા પ્રતિબંધ લાગૂ કરી દીધો છે. અમેરિકાની સાથો સાથ યુરોપિયન દેશોએ પણ દક્ષિણ આફ્રિકાથી આવનાર ફ્લાઇટસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આફ્રિકા અને આસપાસના દેશોમાંથી આવનારા લોકો માટે ક્વોરેન્ટીન ફરજીયાત કરી દીધું. કેનેડાની સરકારે છેલ્લાં બે સપ્તાહમાં આફ્રિકન દેશોમાંથી આવેલા યાત્રીઓનો કોરોના ટેસ્ટ કરવાની જાહેરાત કરી છે. રિપોર્ટ આવવા સુધી ક્વોરેન્ટીન રહેવાનું કહ્યું છે.

ભારતમાં નવા વેરિએન્ટનો એક પણ કેસ નથી

કોરોના વાયરસથી નવા વેરિઅન્ટની દહેશત દુનિયાભરમાં જોવા મળી રહી છે. સરકારો એલર્ટ પર છે. ભારતે પણ એલર્ટ થતા બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, મોરેશિયસ, બોટ્સવાના, ઝિમ્બાબ્વે, ન્યૂઝીલેન્ડ, સિંગાપુર, હોંગકોંગ અને ઇઝરાયેલને જોખમવાળા દેશોની યાદીમાં મૂકયા છે. આ દેશોમાંથી ભારત આવી રહેલા પેસેન્જર્સનું દિલ્હી એરપોર્ટ પર ટેસ્ટિંગ થઇ રહ્યું છે.

તપાસ કરી રહેલી લેબનો દાવો છે કે કોરોનાના નવા વેરિઅન્ટ હજી સુધી એક પણ સામે આવ્યા નથી. બીજીબાજુ દુનિયાભરના દેશ જ્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને લઇ સખ્તાઇ કરી રહ્યા છે તો ભારત સરકાર તેને શરૂ કરવાની તૈયારીમાં છે. ભારત સરકારની તરફથી હજુ એક દિવસ પહેલાં જ એ જાહેરાત કરાઇ હતી કે ઠપ પડેલ ઇન્ટરનેશનલ ઉડાનો 15મી ડિસેમ્બરથી શરૂ કરાશે.

જો કે નવા વેરિએન્ટથી પ્રભાવિત દેશોમાંથી આવનાર ફ્લાઇટો પર પ્રતિબંધની માંગણી પણ ઉઠવા લાગી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ કોરોનાની સ્થિતિ પર બેઠક બોલાવી છે. એકબાજુ આ બેઠક ચાલી રહી છે તો બીજીબાજુ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને એવા દેશોની ફ્લાઇટસ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે જે નવા વેરિઅન્ટથી પ્રભાવિત દેશોમાંથી આવનાર છે.

જો કે આ દિશામાં હજી સુધી કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ એરપોર્ટ પર સઘન ચેકિંગ શરૂ થઇ ગયું છે. ગુજરાત સરકારે એરપોર્ટ પર આ દેશોની ફ્લાઇટમાંથી આવનારા લોકોના આરટી-પીસીઆર ટેસ્ટ ફરજીયાત કરી દીધા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો