Wuhan flights: 'What are the chances of getting infected'
  • Home
  • Featured
  • ચીનથી ભારતીયોને એરલિફ્ટ કરાવનાર પાયલટે વુહાનનો ભયાનક અનુભવ કર્યો શેર

ચીનથી ભારતીયોને એરલિફ્ટ કરાવનાર પાયલટે વુહાનનો ભયાનક અનુભવ કર્યો શેર

 | 8:04 am IST

ચારેયબાજુ સન્નાટો પ્રસરી ગયો હતો. ચમકીલા રસ્તા પર માયૂસી છવાયેલી હતી. એરપોર્ટને પ્લેનની સાથે બંધ કરી દેવાયા હતા. ત્યાંના દ્રશ્ય એવા હતા જેમકે આ કયામતનો દિવસ હોય. કંઇક આવું જ વર્ણન છે ચીનના વુહાન શહેરનું. જ્યાં કોરોના વાયરસે તબાહી મચાવી રહ્યું છે. આ વર્ણન કરનાર એર ઇન્ડિયાના ટોચના પાયલટ અમિતાભ સિંહ છે જેમને વુહાનથી ભારતીયોને બચાવી લાવવાની જવાબદારી હતી.

એર ઇન્ડિયાના આ ટોચના પાયલટે કહ્યું જે ક્ષણે તેમનું વિમાન ભારતીયોને ચીની શહેર વુહાનથી બચાવા માટે ઉડાન ભર્યું એ સમયે ત્યાંનો માહોલ કેવો હતો. વુહાન જ આ ઘાતક વાયરસના પ્રકોપનું કેન્દ્ર છે જ્યાં કોરોના વાયરસનો કિસ્સા સામે આવ્યા અને અત્યાર સુધીમાં અંદાજે 1500 લોકોના મોત થઇ ચૂકયા છે અને 65000 લોકો તેની ઝપટમાં છે.

ત્યાં શહેરને બંધ કરી દેવાયા હતા

આ મહિનાની શરૂઆતમાં ઇન્ડિયાના બોઇંગ 747 વિમાને ચીનના વુહાનથી ભારતીયોને લાવવા માટે બે ઇમરજન્સી ઉડાનો ભરી. આ ભારતીયોમાં મોટાભાગના વિદ્યાર્થી છે. વુહાનમાં ખતરનાક કોરોના વાયરસ ફેલાયા બાદ ત્યાં આખા શહેરને બંધ કરી દેવાયુ હતું. જેથી કરીને વાયરસ ફેલાતો રોકી શકાય. આથી ભારતીયોને ત્યાંથી નીકાળવાનો નિર્ણય કરાયો અને તેના માટે એર ઇન્ડિયાના બે વિમાન મોકલાયા હતા. એર ઇન્ડિયાનું આ વિમાન પહેલી ઉડાનમાં 324 લોકો અને બીજી ઉડાનમાં 323 લોકોને ભારત લાવ્યું, જેમાં સાત લોકો માલદીવના હતા.

ચાલક દળની સામે પડકારો?

એર ઇન્ડિયાના સિનિયર પાયલટ અને ઓપરેશન ડાયરેકટર કેપ્ટન અમિતાભ સિંહને આ આખા ઓપરેશનની જવાબદારી સોંપાઇ હતી. તેમણે જ તેની યોજના બનાવી અને આ ઓપરેશનને સંપન્ન કર્યું. આ અભિયાનમાં તેઓ પોતાના ડબલ ડેકર વિમાન તરીકે એક્ઝિક્યુટિવ કમાન્ડર તૈનાત પણ હતા.

કેપ્ટન અમિતાભ સિંહે વાત કરી કે તેમણે અભિયાનની યોજના કેવી રીતે બનાવી અને ચાલકદળ સામે કેવા પડકારો હતા? આ અંગે અમિતાભ સિંહે કહ્યું કે એર ઇન્ડિયા હંમેશા આ પ્રકારના ઓપરેશનમાં સામેલ રહ્યું છે આથી સૌભાગ્યથી અમારી પાસે એક ટીમ છે જે હંમેશા તૈયાર રહે છે. અમારે બસ ટીમને માહિતી આપવાની હતી કે આ ઓપરેશન પર જવાનું છે. તેમણે કહ્યું કે સૌથી મોટો પડકાર ચાલક દળ અને કર્મચારીઓ માટે વીઝા સુનિશ્ચિત કરવાના હતા. કેટલાંક ક્રૂ મેમ્બર્સને 31મી જાન્યુઆરીના રોજ સવારે 7 વાગ્યે વીઝા મળ્યા, જ્યારે કેટલાંકન મોડા મળતા બપોરે ઉડાન ભરવાની હતી.

ક્રૂ મેમ્બર્સ સામે સૌથી મોટો પડકાર કોરોના સંક્રમણ તેમને ના થાય. તેના માટે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના એક ટોપ ડૉકટરે એર ઇન્ડિયાની ટીમને માહિતી આપી કે શું-શું સાવધાની રાખવાની છે. તેમાં સૌથી અગત્યની વાત એ હતી કે પોતાને કેવી રીતે અલગ રાખવાના છે. આ સિવાય સૂટ, માસ્ક, આઇ ગ્લાસ વગેરે અંગે નિર્દેશ આપ્યા હતા.

વુહાનમાં ઉડાન ભરવી ડરામણો અનુભવ

કેપ્ટન અમિતાભે કહ્યું કે વુહાનના પેસેન્જરને ઇકોનોમી સેકશનમાં, ડોકટર્સ અને એન્જિનિયરોને પ્રથમ શ્રેણીની કેબિનમાં, જ્યારે બાકીના ચાલક દળોને વિમાનની ઉપલી ડેકમાં બેસાડ્યા હતા. આવનારા પેસેન્જરની સાથે ઓછામાં ઓછો સંપર્ક હોય, આથી ટીમે એ પણ નિર્ણય લીધો કે ઉડાન ભરતા પહેલાં સીટો પર પાણીની બોટલ અને ખાવાના પેકેટ મૂકી દેવામાં આવે. આખી ટીમ તૈયારીની સાથે 31મી જાન્યુઆરીના રોજ અહીંથી વુહાન માટે રવાના થઇ. સાથો સાથ એક ડૉકટર્સની ટીમ, એન્જિનિયર અને અધિકારી પણ હતા.

અમિતાભે કહ્યું કે વુહાન શહેરમાં ઉડાન ભરવી સૌથી ડરામણો અનુભવ હતો. કોઇ શહેરમાં ઉડાન ભરતા સમયે સામાન્ય રીતે વિમાન અને રેડિયો ચેટર હાજર હોય છે, પરંતુ ત્યાં કોઇ નહોતું. શહેરમાં જાણે સન્નાટો હતો. જમીનથી થોડાંક જ દૂર સો ફૂટ ઉપરથી અમે જોયું તો એકદમ ચમકીલા રોડ તો દેખાયા પરંતુ તેના પર ના તો કોઇ વ્યક્તિ કે વાહન દેખાયું હતું. એટલે સુધી કે વુહન એરપોર્ટ પર એકદમ અંધારું હતું અને કોઇ હલચલ નહોતી. તમામ વિમાન બંધ પડેલા ઉભા હતા. આ કયામત જેવો દિવસ હતો.

 

એરપોર્ટ જ પેસેન્જરની તપાસ

ત્યાં લેન્ડ કર્યા બાદ ટીમ કેટલાંય કલાક સુધીત્યાં રોકાઇ. ભારતીય એન્જિનિયરોએ વિમાનને ડિપાર્ચર માટે તૈયાર કરી, ત્યાં સુધીમાં ભારતીયોને એરપોર્ટ સુધી લાવી દેવામાં આવ્યા હતા. એરપોર્ટ પર જ તમામ પેસેન્જરની કેટલાંય લેવલ પર તપાસ કરાઇ.

તેઓ જણાવે છે કે ભારતીય લોકો જ્યારે અમારી પાસે આવ્યા તો ચહેરા પર ડર હતો પરંતુ જ્યારે તેઓ વિમાનમાં બેઠા તો તેમના ચહેરા પર રાહત જોવા મળી. ત્યાંથી પાછા ફર્યાને કમસે કમ એક સપ્તાહ સુધી અલગ રહેવાનું હતું અને કોઇને મળવાનું નહોતું. હવે એ સમય વીતી ચૂકયો છે. કેપ્ટન અમિતાભને અમે પૂછયું કે શું તેઓ ફરી વુહાન જવા માંગશે? તેમણે કહ્યું જો જરૂર પડી તો ચોક્કસ જશે.

જાણો સમગ્ર માહિતી : ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં 215 મિનિટ રોકાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન