NIFTY 9,438.25 +10.35  |  SENSEX 30,570.97 +106.05  |  USD 64.5450 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Xioamiના અલ્ટ્રા શૂઝ બનશે હવે તમારા ફિટનેસ ગુરૂ, જાણો ફિચર્સ અને કિંમત

Xioamiના અલ્ટ્રા શૂઝ બનશે હવે તમારા ફિટનેસ ગુરૂ, જાણો ફિચર્સ અને કિંમત

 | 7:23 pm IST

Xiaomi અત્યાર સુધીમાં MI બ્રાન્ડ સીરિઝમાં જ માર્કેટમાં જ ઉપલબ્ધ હતો. પરંતુ આ વખતે કંપનીએ પોતાના બ્રાન્ડમાં વિસ્તાર કરતાં એક નવો સ્માર્ટ-શૂઝ લોન્ચ કર્યો છે. આ શૂઝનું નામ 90-Minutes છે. આને Xiaomiના Mija બ્રાન્ડ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

Xiaomiના આ નવા અલ્ટ્રા સ્માર્ટ-શૂમાં એક બટનની જેમા નાની Curie ચિપસેટનો ઉપયોગ કર્યો છે. આ તમારા રિયર ટાઈમ ફિટનેસ ડેટાને સ્ટોર કરે છે. આ શૂઝને ચીનના શાંઘાઈ રનમી ટેકનોલોજી લિમિટેડ દ્વારા પ્રોફેશનલ એથલિટ્સ માટે ડેવલોપ કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, Xiaomi પોતાની ટેકનોલોજીથી ફિટનેસને ધ્યાનમાં રાખીને જ હંમેશા પ્રોડક્ટ બનાવે છે. આ શૂઝ પણ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે, દોડતી વખતે રનરને આરામ આપે છે. આનું સોલ આર્ક ડિઝાઈન અને રિમૂવેબલ ઈનસોલ આપવામાં આવ્યા છે જે એક એન્ટી બેક્ટીરિયલ છે.

Intel Curie Chipsetની મદદથી તમારા દોડવા, કૂદવા અને ચાલતી વખતની હરકતોને રેકોર્ડ કરી શકાય છે. તમારા દ્વારા નક્કી કરવામાં આવેલો અંતર, કેલરી બર્ન અને ઘણી બધી માહિતી ડેટાના રૂપમાં ઉપલબ્ધ રહશે. Xiaomi 90 Minutes પુરૂષો માટે બ્લેક અને બ્લૂ કલરમાં તથા મહિલાઓ માટે બ્લેક અને પિંક કલરમાં મળશે. આ બુટની કિંમત લગભગ 299 યુઆન (લગભગ 2850 રૂપિયા) રાખવામાં આવી છે.

1