xiaomi first foldable smartphone with 60mp rear camera
  • Home
  • Technology
  • આ કંપનીનો સ્માર્ટફોન હશે ફોલ્ડેબલ અને 60MPના કેમેરાથી સજ્જ, જાણો તેની કિંમત

આ કંપનીનો સ્માર્ટફોન હશે ફોલ્ડેબલ અને 60MPના કેમેરાથી સજ્જ, જાણો તેની કિંમત

 | 3:00 pm IST

Xiaomi તેના Mi MIX સ્માર્ટફોન્સની સાથે એક્સપેરિમેન્ટ માટે જાણીતી છે. Mi MIX 4 સ્માર્ટફોન પણ આ કેસમાં અલગ નહીં હોય. આ ફોન વિશે એક નવું સંકેત સામે આવ્યું છે. આ ફોન સાથે ફોલ્ડેબલ બોડી અને 60 એમપી રીઅર કેમેરો આપી શકાય છે. Xiaomiએ ખાતરી આપી છે કે કંપની Mi Miix 4 પર કામ કરી રહી છે. અગાઉનો Mi MIX 3 સ્માર્ટફોન સ્લાઇડિંગ સાથે આવ્યો હતો. ફોનમાં 10 જીબી રેમ સાથે 5 જી સપોર્ટ આપવામાં આવ્યો હતો.

આ વર્ષ સેમસંગ, હુઆવે અને શાઓમી ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. Xiaomiના અપકમિંગ ફોલ્ડેબલ સ્માર્ટફોનને લઇને કેટલાક નવા ખુલાસા થયા છે. માહિતી પ્રમાણે તેને 2019ના બીજા ક્વાર્ટરમાં લોન્ચ કરવામાં આવી શકે છે. તેનું નામ Mi MIX 4 હશે. માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોનમાં 60 મેગાપિક્સલનો શાનદાર કેમેરો ઉપયોગ કરવામાં આવશે. જોકે, સત્તાવાર રીતે તેને લઇને વધુ જાણકારી નથી.

આ ફોનમાં ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 855 ચિપનો ઉપયોગ થશે. તેની રેમ 10 જીબી કોઇ શકે છે. આ ફોન MIUI 10 પર આધારિત એંડ્રોઇડ 9 પાઇ પર કામ કરશે. ફોલ્ડ સ્ક્રીન 6.5 ઇંચની હશે અને અનફોલ્ડ કરતાં આ ટેબના રૂપમાં 10 ઇંચની થઇ જશે.

થોડા દિવસો પહેલાં સેમસંગ, હુઆવેના ફોલ્ડેબલ સ્માર્ટફોનને લઇને જે ખુલાસા થયા હતા, તેના અનુસાર સેમસંગના ફોનની કિંમત 1.4 લાખથી શરૂ થઇ શકે છે, જ્યારે હુઆવેના ફોનની કિંમત 1.8 લાખથી શરૂ થઇ શકે છે. તે સમયે દાવો કરવામાં આવ્યો હતો કે માર્કેટમાં પોતાની પકડ જાળવી રાખવા માટે શાઓમીનો ફોલ્ડેબલ સ્માર્ટફોન બંનેના મુકાબલે ખૂબ સસ્તો હશે. તેની કિંમત 70 હજાર રૂપિયાની આસપાસ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન