Xiaomi Mi A2 Launch Expected at Global Launch Event in Spain on July 24
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 24 તારીખે લોન્ચ થઇ શકે છે MI A2, આ દેશમાં યોજાશે ઇવેન્ટ…

24 તારીખે લોન્ચ થઇ શકે છે MI A2, આ દેશમાં યોજાશે ઇવેન્ટ…

 | 3:53 pm IST

ચીની સ્માર્ટફોન મેકર Xiaomiએ પ્રથમ વખત ભારતમાં સ્ટોક એન્ડ્રોઇડ સાથે Mi A1 લોન્ચ કર્યો છે. સ્માર્ટફોન ભારતમાં ખૂબ પોપ્યુલર થયો અને સારું વેચાણ પણ કર્યું છે. હાબે કંપની આનું આગળનું વર્ઝન Mi A2 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

કંપનીએ સ્પેનમાં ગ્લોબલ લોન્ચ ઇવેન્ટનું આયોજન કર્યું છે અને તે દરમિયાન Mi 6X લોન્ચ કરવામાં આવી શકે છે. છેલ્લા વર્ષે કંપનીએ ગ્લોબલ ઇવેન્ટ નવી દિલ્હીમાં આયોજિત કર્યો હતો અને આ વર્ષે પણ સ્પેન આ ઇવેન્ટ 24 જુલાઈએ આયોજિત કરશે.

ઉલ્લેખનીય છે કે Mi A1 કંપનીનો પ્રથમ Android One ડીવાઈસ છે જેને ભારતમાં પેશ કરવામાં આવ્યો છે. આ કારણે Mi A2 અથવા Mi 6Xમાં પણ Android One આપવામાં આવશે.

Xiaomiએ પોતાના ફોર્મ પોસ્ટ પર જણાવ્યું છે કે કંપની 24એ સ્પેન મેડ્રીડ શહેરમાં ઇવેન્ટનું આયોજન કરશે. પરંતુ આ ઇવેન્ટમાં કયો સ્માર્ટફોન લોન્ચ થશે તેની જાણકારી નથી આપવામાં આવી. અમુક રિપોર્ટ્સ અનુસાર કહેવામાં આવે છે કે આ ઇવેન્ટમાં એકથી વધુ પ્રોડક્ટ લોન્ચ થઇ શકે છે.