Technology: xiaomi latest teaser revealed redmi k20
  • Home
  • Featured
  • Xiaomi Redmi K20માં ગેમર્સ માટે હશે આ ખાસ ટેક્નોલોજી, જાણો તેના ફિચર્સ

Xiaomi Redmi K20માં ગેમર્સ માટે હશે આ ખાસ ટેક્નોલોજી, જાણો તેના ફિચર્સ

 | 4:52 pm IST

ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદક કંપની Xiaomiની ઉપ-બ્રાન્ડ તરીકે કામ કરનાર Redmi 28 મેના રોજ ચીનમાં તેનો સ્માર્ટફોન લોન્ચ કરશે. Redmiનો આ સ્માર્ટફોન Redmi K20ના નામે લોન્ચ કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોન OnePlus 7 સાથે ટક્કર કરશે. લોન્ચમાં હજુ થોડા દિવસ બાકી રહ્યા છે, પરંતુ ચાહકોમાં આ સ્માર્ટફોનમાં રસ રાખવા માટે કંપની કોઇપણ કસર રાખવા માંગતી નથી. Redmi K20 ને ‘સ્નૈપડ્રૈગન 855’ પ્રોસેસરવાળા સ્માર્ટફોન તરીકે 28 મેના રોજ લોન્ચ કરશે. કંપનીએ તેની લોન્ચની તારીખની પુષ્ટિ કરતાં સત્તાવાર ટીઝર લોન્ચ કર્યું છે. ‘Redmi K20’ ને ચીનની સાથે ભારતમાં પણ લોન્ચ કરી શકાય છે.

રેડમીના જનરલ મેનેજર લૂ વેઇબીંગે તાજેતરમાં જ જણાવ્યું હતુ કે ‘Redmi K20’ સ્નૈપડ્રૈગન 855 પ્રોસેસરવાળો સૌથી સસ્તો ફોન હશે. આ દરમિયાન અફવા છે કે શાઓમી તેના બે વેરિએન્ટ લોન્ચ કરી શકે છે, જેમાં એક સામાન્ય ‘Redmi K20’ તથા બીજા ‘પ્રો’ વેરિએન્ટનું હોઇ શકે છે. એક અન્ય રિપોર્ટ અનુસાર ‘Redmi K20’ પ્રો ભારતમાં ‘પોકો એફ2’ નામથી આવશે.

પોસ્ટ કરવામાં આવેલા ટીઝરના પ્રમાણે ‘Redmi K20’ બીજિંગમાં 28 મેના રોજ બપોરે બે વાગે (ભારતીય સમનુસાર સવારે 11:30 વાગે) લોન્ચ કરવામાં આવશે. સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલનો ‘સોની આઇએમએક્સ586’ પ્રાઇમરી કેમેરા સેન્સર છે. સ્માર્ટફોનમાં રિયર કેમેરા અને એક પોપ-અપ સેલ્ફી હોઇ શકે છે. લોન્ચિંગ પહેલાં કંપનીએ ‘Redmi K20’ ની ઘણી વિશેષતાઓ વિશે જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન