XIAOMI Launched Mi Smart Watch
  • Home
  • Featured
  • XIAOMIએ પહેલીવાર લોન્ચ કરી સ્માર્ટ વોચ, જાણો શું છે તેની કિંમત અને ખાસિયત

XIAOMIએ પહેલીવાર લોન્ચ કરી સ્માર્ટ વોચ, જાણો શું છે તેની કિંમત અને ખાસિયત

 | 6:52 pm IST

Xiaomiએ સ્માર્ટ વોચ લોન્ચ કરી છે. Mi Watch કંપની તરફથી લોન્ચ કરવામાં આવેલી પહેલી સ્માર્ટ વોચ છે. તેને ચીનમાં આયોજીત એક ઈવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં કંપનીએ Mi CC9 Pro અને Mi TV 5, Mi TV 5 Pro સીરિઝ પણ લોન્ચ કરી હતી.

Mi Watchની કિંમતની શરૂઆત 1299 યુઆનથી થાય છે. સ્માર્ટ વોચને કંપનીએ બે વેરિયેન્ટમાં લોન્ચ કરી છે. ટોપ મોડલનું નામ Xiaomi Watch Privilege Edition છે. તેમાં 4 કર્વ્ડ સફાયર ગ્લાસ આપવામાં આવ્યા છે. બોડી સ્ટેનલેસ સ્ટીલની છે અને સેરેમિક બેક કવર આપવામાં આવ્યું છે. સ્ટ્રેપ પણ સ્ટેનલેસ સ્ટીલના છે. Mi Watchના ટોપ મોડલની કિંમત 1999 યુઆન એટલે કે લગભગ 20000 રૂપિયા છે.

એમઆઈ વોચની ડિઝાઈન એપલ વોચથી પ્રેરિત છે. તેની સ્ક્રીય સ્ક્વોયર શેપની છે અને તેમાં 3ડી સફાયર ગ્લાસની પ્રોટેક્શન આપવામાં આવી છે. તેમાં રોટેટિંગ બટન પણ આપવામાં આવ્યું છે, જેને એપલ વોચમાં ક્રાઉન પણ કહેવામાં આવે છે. તેને સામાન્ય રીતે સ્ક્રોલ કરવા માટે ઉપયોગ કરાય છે. વોચમાં eSIMનું સપોર્ટ પણ આપવામાં આવ્યું છે.

વોચમાં 1.78 ઈંચની AMOLED સ્ક્રીન આપવામાં આવી છે. જે 326ppiની છે. તેની બેટરી 570mAhની છે. કંપનીનો દાવો છે કે સિંહલ ચાર્જમાં આ બેટરી ઘણું બેકઅપ આપે છે. આ સ્માર્ટ વોચમાં જીપીએસ, વાઈફાઈ અને એનએફસીનો સપોર્ટ આપવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું છે કે, વોચના ચીની વેરિયેન્ટમાં MIUI વોચ સોફ્ટવેર પણ આપવામાં આવ્યું છે. પણ તેના ગ્લોબલ વેરિયેન્ટમાં Google Wear OS આપવામાં આવશે.

વોચમાં ટ્રેડિશનલ સ્માર્ટ વોચની જેમ ફિટનેસ બેઝ્ડ ફિચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં નોટિફિકેશન પણ મળશે. કોલ, મેસેજ અને ઈમેઈલનો રિપ્લાય પણ આપી શકાશે. વોચમાં મ્યુઝિકનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ વોચ વોટરપ્રૂફ છે. ભારતમાં આ વોચ ક્યારે લોન્ચ થશે તેની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

આ વીડિયો પણ જુઓઃ

‘MAHA’ વાવાઝોડાના પગલે સૈન્ય સતર્ક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન