xiaomi launches mi band 4 with beter hardware and features
  • Home
  • Featured
  • Xiaomiએ સિંગલ ચાર્જમાં 20 દિવસ ચાલે તેવો Band લોન્ચ કર્યો, કિંમત પણ ઓછી

Xiaomiએ સિંગલ ચાર્જમાં 20 દિવસ ચાલે તેવો Band લોન્ચ કર્યો, કિંમત પણ ઓછી

 | 4:53 pm IST

Xiaomi સ્માર્ટફોન માર્કેટ સાથે અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ બાબતે પણ પોતાની મજબૂતી વધારી રહી છે. Xiaomi ભારત સહિતના ઘણાં બજારોમાં એમઆઈ બેન્ડ વેચી રહી છે, જે કંપનીનું હાઇ સેલિંગ પ્રોડક્ટ છે. Xiaomiએ હવે તેનો નવો એમઆઈ બેન્ડ 4 લોન્ચ કર્યો છે.

Mi Band 4ની વિશિષ્ટતાઓ અને ફીચર્સ:
ઉલ્લેખનિય છે કે, Xiaomiએ ભારતમાં આશરે 1 મિલિયન Mi Band 3 વેચ્યા છે. આ નવા લોન્ચ સાથે Xiaomi વધુ સારા હાર્ડવેર અને સુવિધાઓ આપી રહી છે. એમઆઈ બેન્ડ 4માં 39.9% મોટું ડિસ્પ્લે છે. આ ઉપરાંત, AMOLED કલર ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બેન્ડના ટોચ પર 2.5 ડી સ્ક્રૅચ પ્રતિરોધક ટેમ્પીડ ગ્લાસ આપવામાં આવ્યો છે. એમઆઈ બેન્ડ 4 માં એનએફસી સપોર્ટ પણ આવે છે. તેના દ્વારા AliPay અને WeChatPayનો ઉપયોગ કરીને ચૂકવણી કરી શકાય છે. ફિટનેસ બેન્ડ 50 મીટર સુધીનું પાણી પ્રતિરોધક છે. તે 6 જુદા જુદા મોડ્સને ટ્રૅક કરી શકે છે, જેમ કે – ઇન્ડોર રનિંગ, સ્વિમિંગ, સાઇકલિંગ અને વૉકિંગ વગેરે.

Mi Band 4 બેટરી અને કિંમત:
Mi Band 4નું એનએફસી વેરિએન્ટ 15 દિવસની બેટરી લાઇફ ઓફર કરે છે. તેમજ એમઆઈ બેન્ડ 4 નું સ્ટાન્ડર્ડ વેરિએન્ટ સિંગલ ચાર્જ પર 20 દિવસ સુધી ચાલી શકે છે. કિંમતની વાત કરીએ તો તેના સ્ટાન્ડર્ડ અને એનએફસી વેરિયન્ટ્સની કિંમત ક્રમસ: સીએનવાય 169 (આશરે રૂ. 1,700) અને સીએનવાય 229 (આશરે 2,300 રૂપિયા) થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન