Xiaomi launches Redmi Note 7 in China
  • Home
  • Featured
  • શાઓમીના શોખીનો માટે ખુશખબર, Redmi Note 7 લૉંચ, જાણો તેની આકર્ષક કિંમત-ફીચર્સ

શાઓમીના શોખીનો માટે ખુશખબર, Redmi Note 7 લૉંચ, જાણો તેની આકર્ષક કિંમત-ફીચર્સ

 | 2:45 pm IST

ચીની ટેક દિગ્ગજ શાઓમીએ Redmi Note 7 લૉંચ કરી દીધો છે. તેને બીઝિંગની એક ઇવેન્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ ઇવેન્ટમાં કંપનીએ હવે Redmiને પોતાની નવી સબ બ્રાન્ડ તરીકે લૉંચ કર્યો છે. તમને જણાવી દઇએ કે Redmi Note 5 અને Note 6 બન્ને સ્માર્ટફોન કંપની માટે બિગ હિટ સાબિત થયા છે.

Redmi Note 7ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 6.3 ઇંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો એસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. બેક પેનલ પર 2.5D ગ્લાસ છે અને આ ડ્યૂઅલ ટોન ગ્રેડિએન્ટવાળો છે. તેના પહેલા શાઓમી આ પ્રકારની ડિઝાઇન પેટર્નને ક્યારેય ફોલો કરતી નહોતી.

Redmi Note 7માં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તેમાં 6GB રેમ છે. તેની ઇન્ટરનલ મેમોરી 64GBની છે, જેને માઇક્રો એસડી કાર્ડ મારફતે વધારી શકાય છે. તેમાં તમને USB Type Cની કનેક્ટિવિટી મળે છે અને કંપનીએ તેમાં 3.5mm હેડફોન જેક રાખ્યું છે. તેની બેટરી 4,000mAhની છે અને ક્વિક ચાર્જ 4નો સપોર્ટ આપવામાં આવ્યો છે એટલે બેટરી જલ્દીથી ચાર્જ થશે.

ફોટોગ્રાફી માટે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજેંસ બેસ્ટ 48 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો ડુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. પિક્સલ સાઇઝ 1.6 માઇક્રૉન્સ છે અને તેનો અપર્ચર f/1.8 છે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોન ઓછા પ્રકાશમાં પણ સારો ફોટોગ્રાફી કરી શકે છે. સેલ્ફી માટે તેમાં એક કેમેરો આપવામાં આવ્યો છે જે 13 મેગાપિક્સલનો છે.

ચીનમાં આ સ્માર્ટફોનની કિંમત
Redmi Note 7ની કિંમત 999 યુઆન (લગભગ 10,000 રૂપિયા). આ કિંમત 3GBરેમ અને 32GB ઈન્ટરનલ મેમરીવાળા વેરિયન્ટ છે. બીજી વેરિયન્ટ 4GB રેમની સાથે 64GBની ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. તેની કિંમત 1,188 યુઆન (લગભગ 12,000 રૂપિયા છે. ત્રીજું વેરિયન્ટ 6GB રેમવાળું છે જેની કિંમત 1399 યુઆન છે. આ ફોન ભારતમાં ક્યારે લૉંચ થશે તેની સત્તાવાર કોઇ જાણકારી નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન